બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / gulf of aden missile attack fire indian nave sos help

જળમાં રમખાણ / VIDEO : મધદરિયે 22 ભારતીયોને લઈ જતાં જહાજ પર ભયાનક મિસાઈલ એટેક, કોણે કર્યો, કેમ?

Hiralal

Last Updated: 10:11 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એડન ગલ્ફમાં ભારતીયોને લઈને જઈ રહેલા એક કાર્ગો શિપ પર મિસાઈલ એટેક કરાયો હતો. કોલ મળતાં ઈન્ડીયન નેવીનું શિપ તેમની મદદે પહોંચ્યું હતું.

  • એડન ગલ્ફમાં કાર્ગો શિપ પર મિસાઈલ એટેક
  • હૌથી આતંકીઓએ કર્યો હુમલો 
  • મદદે પહોંચ્યું ઈન્ડીયન નેવીનું શિપ 

એડનના અખાતમાં ભારતનું એક કાર્ગો શિપ મિસાઈલ એટેકનો ભોગ બન્યું છે. મિસાઈલ એટેક થતાં શિપના આગળના ભાગમાં આગ લાગી હતી આ દરમિયાન શિપ દ્વારા તાબડતોબ મદદનો કોલ મોકલવામાં આવ્યો હતો. કોલ મળતાં આઈએનએસ વિશાખાપટ્ટનમ ઘટના સ્થળે પહોંચીને પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આગ ઓલવવાનું શરુ કર્યું હતું અને બધાને બચાવી લીધા હતા. મર્લિન લુઆંડા નામના વેપારી જહાજ પર યમનના સૈન્ય સંગઠન હૌથીઓએ હુમલો કર્યો હતો. જે વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 22 ભારતીયો સાથે બાંગ્લાદેશી ક્રૂ હાજર હતો. હાલ તો કોઈ ઘાયલ કે મૃત્યુ પામ્યાના સમાચાર નથી, પરંતુ વેપારી જહાજમાં આગ ચોક્કસ લાગી છે. નેવીએ આ સમગ્ર ઘટના અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેપારી જહાજ મર્લિન લુઆન્ડા તરફથી 26 જાન્યુઆરીની રાત્રે ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો. મિસાઇલ ડિસ્ટ્રોયર આઇએનએસ વિશાખાપટ્ટનમ ગલ્ફ ઓફ એડનમાં એડનમાં તૈનાત હતું, તેથી તેણે તરત જ જવાબ આપ્યો. 

રાતા સમુદ્ર (રેડ સી)માં હૌથી આતંકીઓના હુમલા
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી યમનના આતંકી સંગઠન હૌથી દ્વારા, અમેરિકા, બ્રિટન અને ભારતના જહાજોને નિશાન બનાવાઈ રહ્યાં છે જે પછી અમેરિકા અને બ્રિટને પણ હૌથી આતંકીઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પહેલા સોમાલિયાના કિનારે ચાંચિયાઓએ 'એમવી લીલા નોરફોક' નામના જહાજનું અપહરણ કર્યું હતું. ત્યારે પણ આઈએનએસ ચેન્નઈ અને આઈએનએસ ત્રિશુલ સાથે મળીને એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. એ કાર્યવાહીને કારણે એ વહાણ પણ મુક્ત થયું અને ડાકુઓ પણ પકડાયા.

ઈન્ડીયન જહાજો દોડી રહ્યાં છે મદદમાં
દરિયામાં આફતમાં આવેલા જહાજોની મદદ ઈન્ડીયન નેવી પહોંચી રહી છે. તાજેતરના સમયમાં ઈન્ડીયન નેવીએ આવા ત્રણ કિસ્સામાં આફતમાં સપડાયેલા વહાણોને મદદ પૂરી પાડી હતી. ઈન્ડીયન નેવી ખૂબ એલર્ટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ