બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat University exam will start after the board exam will be taken in four stages, know the schedule

અમદાવાદ / બોર્ડ બાદ ગુજરાત યુનિ.ની પરીક્ષા શરૂ થશે, લેવાશે ચાર તબક્કામાં Exam, જાણો શેડ્યૂલ

Vishal Khamar

Last Updated: 11:53 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીનીમાં આગામી 20 માર્ચથી વિવિધ વિદ્યાશાખાની રિપીટર તેમજ રેગ્યુલર વિદ્યાર્થીઓની ઓફ લાઈન પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષામાં અમદાવાદ-ગાંધીનગરનાં આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓ 100 થી વધુ પરીક્ષે કેન્દ્રો પર પરીક્ષા આપશે.

આજથી બોર્ડની ધો. 10 તેમજ ધો.  12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ છે.  છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી દિવસમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા ચાર તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ,  આર્ટસ તેમજ લો સહિતની વિવિધ પરીક્ષાઓ આગામી સમયમાં શરૂ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશન લેવલની સેમીસ્ટર 3 જ્યાર પીજી સેમેસ્ટર 3 નાં રિપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ એટલે કે 20 માર્ચથી શરૂ થશે. 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ, આર્ટસ તેમજ સાયન્સની સ્નાતક કક્ષાની યુજી સેસેમ્ટર 5 તેમજ વિવિધ વિધાશાખાના પીજી સેમેસ્ટર-3, તેમજ LLB માં 1,3,5 સેમેસ્ટરના કુલ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

વધુ વાંચોઃ આજથી બોર્ડ Exam શરૂ, વિદ્યાર્થીઓ ક્યાંક અટવાયા તો તુરંત ડાયલ કરો આ નંબર, પોલીસ વ્હારે આવશે"

યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોનાં રેગ્યુલર તેમજ રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ચાર તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.  

પ્રથમ તબક્કામાં રિપીટર વિદ્યાર્થીઓ માટે યુજી સેમેસ્ટર 5, પીજી સેમેસ્ટર-3, એલએલબી સેમેસ્ટર-1,3,5 ની પરીક્ષા 20 માર્ચથી શરૂ થશે. 

બીજા તબક્કામાં 2 એપ્રિલથી રેગ્યુલર માટે યુજી સેમેસ્ટર-6, પીજી સેમેસ્ટર-4 ની પરીક્ષા યોજાશે.

ત્રીજા તબક્કાની શરૂઆત 16 એપ્રિલથી થશે.જેમાં રેગ્યુલર સેમેસ્ટર 4 ની પરીક્ષા યોજાશે. 

ચોથા તબક્કાની શરૂઆત 25 એપ્રિલથી શરૂ થશે. જેમાં રેગ્યુલર માટે સેમેસ્ટર-2 ની પરીક્ષાઓ શરૂ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ