બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / Politics / gujarat himachal pradesh assembly election result congress suffer in gujarat

ચુંટણી પરિણામ / ગુજરાતના ઈતિહાસમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન, હિમાચલમાં આપી મજબુત ટક્કર

MayurN

Last Updated: 11:26 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજ સુધીનું સૌથી ખરાબ પરિણામ કોંગ્રેસનું જોવા મળી રહ્યું છે.

  • ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી
  • સવારે 8 વાગ્યાથી મતગણતરી  શરુ થઇ ચુકી છે
  • ગુજરાતમાં કોંગ્રેસનું ઐતિહાસિક ખરાબ પ્રદર્શન

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. હિમાચલમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. તો ત્યાં ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. ગુજરાતમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં જ્યાં ભાજપની સરકાર બનેલી જોવા મળી રહી છે. તો હિમાચલમાં કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બની રહી છે તો કેટલાક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર બતાવી રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસનું ઐતિહાસિક ખરાબ પ્રદર્શન
ગુજરાતમાં 1960થી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, પરંતુ અત્યાર સુધીના ચૂંટણી ઈતિહાસમાં કોંગ્રેસનું પ્રદર્શન ક્યારેય એટલું ખરાબ રહ્યું નથી. રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપ 150થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર આગળ છે. અગાઉ 1990માં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારે પાર્ટી માત્ર 33 સીટો જીતવામાં સફળ રહી હતી. આ પછી કોંગ્રેસની બેઠકો અમુક અંશે વધી. કોંગ્રેસને 2002માં 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. 2017માં, પાર્ટીએ 77 બેઠકો જીતી અને ભાજપને સખત ટક્કર આપી. પરંતુ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

હિમાચલમાં કોંગ્રેસ આગળ
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે. ટ્રેન્ડમાં ગુજરાતમાં ભાજપ 150થી વધુ સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસને માત્ર 18 સીટો પર જ લીડ છે. જો કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. અહીં ક્યારેક ભાજપ આગળ છે તો ક્યારેક કોંગ્રેસ આગળ છે. જ્યારે મૈનપુરી લોકસભા સીટની પેટાચૂંટણીમાં સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ આગળ ચાલી રહી છે. યુપીની રામપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ સપા આગળ ચાલી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Election Himachal Pradesh Result congress gujarat Election result
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ