ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચૂંટણી ટાણે આરોગ્ય કર્મીઓ મેદાને, સરકારને અધૂરા વાયદા યાદ અપાવ્યા, કરી આ મોટી માંગ

ગાંધીનગર / ચૂંટણી ટાણે આરોગ્ય કર્મીઓ મેદાને, સરકારને અધૂરા વાયદા યાદ અપાવ્યા, કરી આ મોટી માંગ

Published By: Priykant Shrimali

Last Updated: 02:35 PM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Health Workers : ચૂંટણી પહેલાં આરોગ્ય કર્મીઓ સક્રિય, અધૂરા વાયદાઓ મુદ્દે સરકારને ચેતવણી, અહીં જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Gujarat Health Workers : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર સક્રિય બન્યા છે. આરોગ્ય કર્મચારી સંઘ અને મહાસંઘ દ્વારા સરકારને અગાઉ કરવામાં આવેલા વાયદાઓની યાદ અપાવીને તાત્કાલિક અમલ માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે.

આ તરફ સંઘના આગેવાનોનું કહેવું છે કે, અગાઉના આંદોલન દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી અનેક મહત્વપૂર્ણ માંગણીઓ આજે પણ કાગળ પર જ છે. ખાસ કરીને ઉચ્ચતર પગાર ધોરણ, ટેકનિકલ કેડરના પ્રશ્નો અને વિવિધ જગ્યાઓના અપગ્રેડેશન જેવા મુદ્દાઓ પર હજુ સુધી કોઈ સ્પષ્ટ અમલ જોવા મળ્યો નથી.

શું કહી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓ ?

આરોગ્ય કર્મચારીઓનો આક્ષેપ છે કે, સરકારે તે સમયે પરિસ્થિતિ શાંત કરવા માટે આશ્વાસનો આપ્યા હતા, પરંતુ લાંબા સમય બાદ પણ તે વચનો પૂર્ણ કરવામાં આવ્યા નથી. આથી હવે કર્મચારીઓ વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે અને સરકારને અલ્ટીમેટમ આપી રહ્યા છે કે, જો માંગણીઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો વધુ મોટા આંદોલન માટે મજબૂર બનવું પડશે.

આ પણ વાંચો : બે બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાશે, જાણો શું છે સમગ્ર મામલો ?

સંઘ દ્વારા ખાસ કરીને આઠ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં પગાર સુધારા, કેડર મજબૂતી, અને કામકાજની પરિસ્થિતિમાં સુધારો સામેલ છે. કર્મચારીઓ માને છે કે આ મુદ્દાઓના નિરાકરણ વિના આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે. ચૂંટણી સમયગાળા દરમિયાન આ મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે, કારણ કે આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા હજારો કર્મચારીઓની અસંતોષની લાગણી રાજકીય રીતે પણ અસરકારક બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

salary demand issue health workers protest Gujarat Gandhinagar news

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ