ગુજરાત ઈલેકશનને લઇને વિટીવીની જમનત એક્સપ્રેસ અરવલ્લી જિલ્લાના મતદારોનો મિજાજ જાણવા પહોંચી હતી.
અરવલ્લીથી જનમત એક્સપ્રેસ
ગામથી લઈ શહેર સુધી ચર્ચા માત્ર ચૂંટણીની
જિલ્લો બન્યો પરંતુ સિવિલ હોસ્પિટલનો અભાવ
જમનત એક્સપ્રેસ સૌથી પહેલા બાયડ તાલુકાના આંબલિયારા ગામે પહોંચી હતી. ત્યારબાદ બાયડ ખાતે પહોંચી હતી આ બેઠક પક્ષપલટા માટે જાણીતી બની છે. ઉપરાંત બાયડથી આગળ વધતા રસ્તામાં આકોલિયા ગામની સિમમાં કેટલાક ખેડૂતો સાથે વાત કરી હતી. બાયડ મત વિસ્તારમાંથી આગળ વધી જનમત એક્સપ્રેસ ધનસુરા તાલુકા મથકે લોકો સાથે સંવાદ કર્યો હતો.વધુમાં રસ્તામાં જામફળની ખેતી કરતા ખેડૂતોનો મત જાણ્યો હતો. જેમાં મોંઘવારીથી પ્રજા પીડાતી હોવાનો સૂર ઉઠ્યો હતો.વધુમાં જિલ્લો બન્યો પરંતુ સિવિલ હોસ્પિટલનો અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું.
છેવાડાના ગામ સુધી પહોંચી અને લોકોનો મત જાણ્યો
ત્યારબાદ મોડાસા, શામળાજી, જીવણપુર, અંતે કુદરતી સૌંદર્યથી ભરપુર એવા અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલા ઉમેદપુર, ભિલોડાગામની મુલાકાત લીધી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના જેટલા પણ વિસ્તારોમાં ફર્યા. આ દરમિયાન યુવાઑ અને ખેડૂતો તથા વેપારીઑ અને મત જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં લોકોમાં ક્યાંક સ્થાનિક નેતાઓ પ્રત્યે રોષ તો ક્યાંક કામગીરીથી સંતોષ જોવા મળ્યો હતો. જોકે હવે લોકરોષ મતદાન વેળાએ કેટલો દેખાઇ તે જોવુ રહ્યું ! લોકોનો એક જ મત જાણવા મળી રહ્યો છે આ વખતે ત્રિપાંખિયો જંગ છે. જો કે કોણ બાજી મારશે તે 8 ડિસેમ્બરે જ ખબર પડશે.