બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / gujarat elections 2022 : big news from rajkot seat of vijay rupani
ADVERTISEMENT
ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠયા છે. સૌરાષ્ટ્રની તો તમામ બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે વિજય રૂપાણીના નામને લઈને કાર્યકરોએ લોબિંગ શરૂ કર્યું છે.
રાજકોટની કુલ ચાર બેઠક માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે રાજકોટ પૂર્વ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સામે 21 નેતાઓને ઉમેદવારી નોંધાવી છે.
ADVERTISEMENT
પહેલા રૂપાણી પછી મારુ નામ: નીતિન ભારદ્વાજ
સૌરાષ્ટ્રને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીનું નામ ઉમેદાવરોની લિસ્ટમાં નથી, જોકે ભાજપના અન્ય કાર્યકરો રૂપાણીના નામ પર એક હોવાનું મીડિયા સમક્ષ કહી રહ્યા છે. દાવેદારી નોંધાવવા માટે આવેલા ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પણ કહ્યું છે કે પશ્ચિમ બેઠક માટે વિજય રૂપાણીનું નામ આવે તો તમામ કાર્યકરો તૈયાર જ છે. પશ્ચિમ બેઠક માટે પહેલા વિજય રૂપાણીનું નામ પછી મારી દાવેદારી, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે સ્વીકાર્ય છે.
અલ્પેશ ઠાકોર ગાંધીનગરથી મેદાનમાં ઉતરશે?
ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર નહીં પણ ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, એવામાં જો અલ્પેશ પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે તો ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ ગણી શકાય. નોંધનીય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ પહેલેથી જ હતી, રાધનપુર એજ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
વિરમગામથી હાર્દિક પટેલ કરી શકે છે દાવો
આવા જ એક અન્ય દિગ્ગજ નેતાનું નામ છે, હાર્દિક પટેલ. પાટીદાર આંદોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલ વિરમગામથી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. વિરમગામ અને સાણંદ એમ બે બેઠકો માટે હાર્દિક પટેલ, વરુણ પટેલ, પ્રાગજી પટેલ, તેજશ્રી બેન પટેલ જેવા નામ હાલ સૌથી વધારે ટ્રેન્ડ થઈ રહ્યા છે.
સુરતની કઈ બેઠકો માટે છે પડાપડી: ઉધના, વરાછા, કતારગામ, કરંજ, મજુરા અને ચોર્યાસી
સુરતની છ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોની લાઇન લાગી ગઈ છે, સેન્સ પ્રક્રિયા દરમિયાન આ છ બેઠક માટે 20-25 નહીં કુલ 182 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.
ADVERTISEMENT
મજુરા વિધાનસભા પર હર્ષ સંઘવીને રિપીટ કરવા પ્રબળ માંગ
સુરતની હોટ સીટ ગણાતી મજૂરા પરથી હાલના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ મંત્રી વિનુ મોરડીયાએ સમર્થકો મારફત ફરી ટિકિટની માંગ કરી છે.
વરાછા અને ચોર્યાસી બેઠક બની કાંટાની ટક્કર
સુરતની વરાછા અને ચોર્યાસી એમ બે બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે જેમાં કુમાર કાનાણી અને દિનેશ નાવડીયાના નામથી માહોલ ગરમાયો છે. બીજી તરફ ઝંખના પટેલ સામે છોટુ પટેલે શક્તિ પ્રદર્શન કરી ટિકિટની માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.