બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / Politics / gujarat election results arvind kejriwal wrote aap three candidates win what result comes out

ફેસલો ગુજરાતનો / કેજરીવાલે કાગળ પર લખ્યા ત્રણ નેતાઓના નામ, જાણો ગુજરાતના પરિણામે શું કર્યા હાલ

MayurN

Last Updated: 05:57 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ કેજરીવાલે કાગળની સ્લિપ પર લખીને પોતાના ત્રણ નેતાઓની જીતનો દાવો કર્યો હતો, જાણો શું હાલત છે રિઝલ્ટની

  • ગુજરાતમાં ફરીએકવાર ભાજપ બનાવશે સરકાર
  • ગુજરતમાં AAP પાર્ટીએ ઘણા દાવાઓ કર્યા હતા
  • કેજરીવાલે ત્રણ લોકોનો જીતનો પાક્કો દાવો કર્યો હતો

ગુજરાતમાં, ભાજપ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ તેની અત્યાર સુધીની સૌથી ખરાબ હારના આરે છે. તે જ સમયે, ગુજરાતમાં પ્રથમ વખત, આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી તેના ઉમેદવારો પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. દિલ્હીના સીએમ કેજરીવાલે કાગળની સ્લિપ પર લખીને પોતાના ત્રણ નેતાઓની જીતનો દાવો કર્યો હતો, જેમાં AAPના સીએમ ચહેરો ઇસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાના નામ હતા. 

ત્રણ લોકોની જીતની દાવો કર્યો હતો
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ દરમિયાન ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની જીતનો દાવો કર્યો હતો. આ માટે તેમણે ફરી એકવાર ત્રણેય નેતાઓના નામ કાગળ પર લખ્યા હતા અને તેમની બેઠકો પર જીતનો દાવો કર્યો હતો. આમ આદમી પાર્ટીના આ ત્રણેય નેતાઓ ચૂંટણી હારતા જોવા મળી રહ્યા છે. 

ખંભાળિયા બેઠક : ઇસુદાન ગઢવીની હાર
દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઇસુદાન ગઢવી ચૂંટણી લડી રહ્યા હતા, જેની જીતનો દાવો સીએમ કેજરીવાલે કર્યો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મૂળુભાઈ બેરાને 77305 મત, આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને 58467 મત જ્યારે કોંગ્રેસના વિક્રમ માડમને 44526 મત મળ્યા છે. આ સીટ પર બીજેપી ઉમેદવાર આમ આદમી પાર્ટીથી 18838 વોટથી આગળ છે. 

કતારગામ બેઠકઃ ગોપાલ ઈટાલિયા હારી ગયા 
ગુજરાતની કતારગામ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ગોપાલ ઇટાલિયા મેદાનમાં હતા, જેમની જીતનો દાવો પણ અરવિંદ કેજરીવાલે કર્યો હતો. આ સીટ પર ભાજપના વિનુ મોરડિયાને 110515 વોટ મળ્યા જ્યારે ગોપાલ ઈટાલિયાને 49,856 વોટ મળ્યા. ભાજપે આ સીટ 60,659 વોટથી જીતી છે. 

વરાછા રોડ બેઠક: અલ્પેશ કથીરિયા પણ હારી ગયા
પટેલ અનામત આંદોલનના અગ્રણી ચહેરા અલ્પેશ કથીરિયાએ પાટીદાર ગઢ ગણાતી વરાછા રોડ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે અલ્પેશ કથીરિયા ચૂંટણી જીતશે, પરંતુ પરિણામ ઊંધુ પડ્યું છે. ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીએ અલ્પેશ કથિરીયાને 16834 મતોથી હરાવ્યા છે. ભાજપના ઉમેદવારને 67,206 વોટ મળ્યા, અલ્પેશ કથીરિયાને 50,332 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના પ્રફુલ્લ તોગડિયાને 2940 વોટ મળ્યા

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal Election Gujarat Assembly Polls Gujarat Election Result Gujarat Results On VTV Gujarat elections 2022 aap gujarat gujarat election results 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ