ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 25 કરોડનું ડ્રગ્સ જપ્ત, સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન

કાર્યવાહી / ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 25 કરોડનું ડ્રગ્સ જપ્ત, સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન

Published By: Priykant Shrimali

Last Updated: 02:54 PM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat ATS Drugs : પાકિસ્તાનનો ડ્રગ્સ માફિયા ‘મસાત’ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા ભારતીય એજન્ટો સાથે સતત સંપર્કમાં હતો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat ATS Drugs : ભારત-પાકિસ્તાન સરહદે ફરી એકવાર નશીલા પદાર્થોની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં કરોડો રૂપિયાનું મેથામ્ફેટામિન (MD ડ્રગ્સ) જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ બાડમેર નજીક ભારત-પાકિસ્તાન સરહદ વિસ્તારમાં ATSએ 6 એપ્રિલે ખાસ વોચ ગોઠવીને દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આશરે 5 કિલો જેટલું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું, જેની બજાર કિંમત 20 થી 25 કરોડ રૂપિયા જેટલી હોવાનું અનુમાન છે. આ સાથે જ ATSએ બે શંકાસ્પદ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.

તપાસમાં શું આવ્યું સામે ?

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનનો ડ્રગ્સ માફિયા ‘મસાત’ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા ભારતીય એજન્ટો સાથે સતત સંપર્કમાં હતો. આ ગેંગ છેલ્લા 2 થી 3 મહિનાથી સક્રિય હતો અને સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યો હતો.

ડ્રગ્સની હેરાફેરી માટે અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી નશીલા પદાર્થોને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને સરહદ પાર મોકલવામાં આવતા હતા, જેને ભારતીય રિસીવર્સ દ્વારા ઉઠાવી લેવામાં આવતા. બાદમાં આ જથ્થો રાજસ્થાન અને પંજાબ જેવા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો.

આ પણ વાંચો : ચૂંટણી ટાણે આરોગ્ય કર્મીઓ મેદાને, સરકારને અધૂરા વાયદા યાદ અપાવ્યા, કરી આ મોટી માંગ

શું કહ્યું ATS અધિકારીઓએ ?

ATSના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર રેકેટ ક્રોસ-બોર્ડર સ્મગલિંગનું એક સુવ્યવસ્થિત નેટવર્ક હતું, જેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વધુ તપાસ દ્વારા અન્ય સંડોવાયેલા તત્વોને શોધવાની પ્રક્રિયા ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cross border drug smuggling ATS Gujarat operation MD drugs seizure

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ