બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat Congress President made an important announcement

VIDEO / કોંગ્રેસમાં ટિકિટ વાચ્છુકો માટે જગદીશ ઠાકોરે તારીખ કરી જાહેર, યુવાન-મહિલાઓને તક અંગે આપ્યું મોટું નિવેદન

Published By: Malay

Last Updated: 07:20 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે. એવામાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે આજે પત્રકાર પરિષદ યોજી હતી.

  • ચૂંટણી જીતવા કોંગ્રેસની તૈયારીઓ તેજ
  • 12 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો કરી શકશે દાવેદારી 
  • 21, 22 અને 23 સપ્ટેમ્બરે મળશે ઇલેક્શન કમિટીની બેઠક


છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરીની ચૂંટણી જંગ જામી હતી. હંમેશા 3 આંકડામાં જીતતા ગુજરાત ભાજપને 99 બેઠક જીતી સંતોષ માનવો પડયો હતો. પરંતુ આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી કેટલીક મહત્વની જાહેરાતો કરી છે અને સ્કેનિંગ કમિટીએ જે કાર્યક્રમો તૈયાર કર્યા છે એ કાર્યક્રમોની વિગતો આપી છે.

 

 

કોંગ્રેસે પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી શરૂઆત

સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ જગદીશ ઠાકોરએ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી છે. ઉમેદવારો માટે 130 સૂચનો મળ્યા છે. અંતિમ તબક્કામાં કાર્યક્રમ તૈયાર થયો છે. 

ટિકિટ વાચ્છુકો આ તારીખ સુધીમાં કરી શકશે દાવેદારી 

વધુમાં ઠાકોરે કહ્યું કે, '12 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો દાવેદારી કરી શકશે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ બાયોડેટા 15 તારીખ સુધીમાં પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાના હશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બર ઇલેક્શન કમિટી બેઠક મળશે. દાવેદારોને સાંભળવામાં આવશે અને દાવેદારોની પેનલ બનાવી સ્ક્રિનીગ કમિટી સમક્ષ રજૂ કરાશે.'

નવા યુવા ચહેરાઓને પણ અપાશે ટિકિટઃ જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, 'ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. 17 ની ચૂંટણીના જાણકાર લોકો અમને મળ્યા છે. યુવાન અને મહિલાઓ તેમજ વ્યક્તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે. તેથી 182 વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે. હાલના ધારાસભ્યો છે, તેમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં. કારણ કે તેઓ ધારાસભ્યો છે એટલે ટિકિટની માંગણીમાં તેમનો સમાવેશ છે એ ગણતરી સાથે કામ ચાલશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. અગાઉ આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat congress Gujarat election 2022 ગુજરાત કોંગ્રેસ જગદીશ ઠાકોર Vidhansabha Election 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ