ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કપરાડા અને ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે લાંબી કવાયત બાદ અંતે નામ સત્તાવાર જાહેર કર્યા છે. જેમાં ડાંગથી કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત અને કપરાડા બેઠક પરથી બાબુ વરઠાને ટિકિટ આપવામાં આવી છે. કપરાડાથી બાબુ વરથાનું નામ જાહેર કર્યું છે. વારલી સમાજમાંથી આવતા બાબુ વરથાને ટિકિટ મળતા જ બાબુ વરથાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષમાંથી અગાઉ 8 દાવેદારોએ ટિકિટ માંગી હતી.
જોકે છેલ્લે ધોડિયા સમાજમાંથી વસંત પટેલ અને હરેશ પટેલ અને વારલી સમાજમાંથી બાબુભાઈનું નામ છેલ્લે દિલ્હી લેવલે ગયું હતું. કોંગ્રેસે ગુજરાતની 8 માંથી કપરાડા અને ડાંગ બેઠકના ઉમેદવાર પસંદગીની મડાગાંઠ ફસાઈ હતી.
ADVERTISEMENT
કપરાડા બેઠક પરથી ભાજપે પક્ષપલ્ટુ ઉમેદવારને ટિકિટ આપી તો કોંગ્રેસે પણ આયાતીને જ ઉમેદવાર બનાવ્યા
આમ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ માટે બાબુભાઇ અને હરેશ પટેલ વચ્ચે મથામણ ચાલતી હતી. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીને પક્ષપલ્ટુની છબીને આગળ રાખી પ્રચાર કરવાનું મુખ્ય હથિયાર બાબુભાઈને ટિકિટ આપતા ફેલ થયું છે. કારણ કે બાબુભાઈ પણ ભાજપમાંથી આયાતી ઉમેદવાર છે. અચાનક જીતુભાઈ ભાજપમાં બેસી જતા બાબુભાઇએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. વલસાડ કોંગ્રેસના આગેવાનોએ પણ ટિકિટ આપવાની બાંહેધરી આપી હતી. જેને લઇને હવે અંતે ભાજપના જીતુ ચૌધરીને પાછળવા કોંગ્રેસે ઉમેદવાર તરીકે બાબુભાઈને મેદાનમાં ઉતારતા કપરાડાની ચૂંટણી રસપ્રદ બની છે. વારલી સમાજમાંથી આવતા બાબુભાઈ કુનાના સમાજમાંથી આવતા જીતુ ચૌધરીને પાછાડવાના દાવા બાબુભાઈ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે ભાજપે પહેલા સાત બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ એક લીંબડીના ઉમેદવારની પણ ભાજપે જાહેરાત કરી દીધી હતી. જોકે કોંગ્રેસે હજુ લીંબડી બેઠક પર ઉમેદવારની જાહેરાત નથી કરી.
ADVERTISEMENT
લીંબડી બેઠક પર જેરામ મેણીયા અથવા કલ્પના મકવાણાને મળી શકે છે ટિકિટ
ક્ષત્રિયને બદલે કોળી ઉમેદવારને ટિકિટ મળી શકે છે. આ બેઠક પર કોળી નેતાનું પ્રભુત્વ હોવાથી કોંગ્રેસ કોળી નેતા કલ્પના મકવાણા અથવા જેરામ મેણીયાની જાહેરાત થઇ શકે છે. કરજણમાં ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ અપાતા કોળી સમાજના નેતાઓ દબાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
પેટાચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદી
ADVERTISEMENT
પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદી
(વિધાનસભાની 1 લીંબડી બેઠકોને લઇને કોંગ્રેસ હજુ મુંઝવણમાં)
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી
રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.
8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી
8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ