બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Govt gives relaxation to do FasTAG KYC deadline extended by one month

હાશ ! / FasTAG KYCમાં છેલ્લી ઘડીએ રાહત, અપડેટ માટેની સમયમર્યાદામાં વધારો, હવે આ તારીખ સુધી KYC થશે

Pravin Joshi

Last Updated: 11:49 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 જાન્યુઆરી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ હતી. જો કે, લોકોને રાહત આપતા સરકારે KYC પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિના સુધી લંબાવી છે. હવે તમે 29 ફેબ્રુઆરી 2024 સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો.

  • ફાસ્ટેગ કેવાયસીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
  • KYC પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિના સુધી લંબાવી 
  • 29 ફેબ્રુઆરી 2024 સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ શકાશે

જો તમે હજુ સુધી FasTAGનું KYC પૂર્ણ કર્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે તેની સમયમર્યાદા એક મહિનો લંબાવી છે. ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવા માટે તમને વધુ એક મહિનાનો સમય મળશે. તમને જણાવી દઈએ કે KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી. હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો. હાઇવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે ફાસ્ટેગ જરૂરી છે. તમારા વાહન પર ફાસ્ટેગ સ્ટીકર લગાવવામાં આવે છે, જેના કારણે ટોલ ટેક્સની રકમ આપોઆપ કપાઈ જાય છે. ફાસ્ટેગને રિચાર્જ કરવું પડશે, ટોલ બૂથ પરનું મશીન સ્ટીકરને સ્કેન કરે છે અને ચાર્જ કાપી લે છે. એજન્સી અનુસાર, ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવા માટે વધુ એક મહિનાનો સમય આપવામાં આવશે.

 

FasTAG બંધ નહીં થાય

સરકારે અગાઉ કેવાયસી પૂર્ણ કરવા માટે 31 જાન્યુઆરીની મધ્યરાત્રિ 12 સુધીનો સમય આપ્યો હતો. જો તમે હજુ સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કર્યું નથી, તો અમે તમને પદ્ધતિ જણાવી રહ્યા છીએ. KYC પૂર્ણ કર્યા પછી તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે નહીં અથવા ડિ-એક્ટિવેટ કરવામાં આવશે નહીં. તમે ફાસ્ટેગના કેવાયસીને બે રીતે અપડેટ કરી શકો છો - ઑફલાઇન અને ઑનલાઇન.

આજથી બંધ થઈ જશે આવા FASTags : ફટાફટ ચેક કરો ક્યાંક બ્લેકલિસ્ટમાં તમારો તો  નંબર તો નથી ને! / These FASTags will be deactivated today complete this  task first otherwise you will

ફાસ્ટેગ કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરવું

FasTAG નું ઓનલાઈન KYC કરવું એકદમ સરળ છે. આ માટે તમારે Fastagની ઓફિશિયલ વેબસાઈટ (fastag.ihmcl.com) પર જવું પડશે. અહીં લોગિન કરો અને My Profile પર જઈને KYC અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરો. આ માટે આઈડી અને એડ્રેસ પ્રૂફની જરૂર પડી શકે છે. તમે જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું છે તેની ફાસ્ટેગ વેબસાઈટ પર જઈને પણ તમે KYC અપડેટ કરી શકો છો.

31 જાન્યુઆરી પહેલા ફટાફટ પતાવી દેજો આ કામ, નહીં તો તમારું FASTAG થઇ જશે  નિષ્ક્રિય | If you haven't done your Fastag KYC yet, do it as soon as  possible

વધુ વાંચો : શું તમે પણ Paytm વાપરો છો? ક્યારથી અને કઈ કઈ સર્વિસ થઈ રહી છે બંધ, એક ક્લિકમાં કન્ફ્યુસન કરો દૂર

ફાસ્ટેગ કેવાયસીની ઑફલાઇન પદ્ધતિ

ફાસ્ટેગનું ઓફલાઈન કેવાયસી કરવા માટે તમારે બેંકમાં જવું પડશે. તમે જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું છે તે બેંકની શાખામાં જઈને તમે KYC પૂર્ણ કરી શકો છો. જો તમને કોઈ મદદ અથવા માહિતીની જરૂર હોય, તો તમે નજીકના ટોલ પ્લાઝા પર જઈને પૂછપરછ કરી શકો છો. આ સિવાય ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરીને પણ માહિતી મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ