બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / govinda naam mera trailer will out tomorrow vicky kaushal shares

બોલીવુડ / વિક્કી કૌશલ કેમ ફસાયો બાથ ટબમાં? આ દિવસે રિલિઝ થશે ટ્રેલર

Premal

Last Updated: 05:34 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ગોવિંદા નામ મેરા' કોમેડી અને મિસ્ટ્રી ફિલ્મ છે. ફિલ્મ પહેલી જૂને રીલીઝ થવાની હતી. પરંતુ હવે 16 ડિસેમ્બરે રીલીઝ થશે. ફિલ્મનુ ટ્રેલર 20 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ફિલ્મમાં વિક્કી કૌશલ, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર છે.

  • ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' 16 ડિસેમ્બરે થશે રીલીઝ
  • ફિલ્મનુ ટ્રેલર 20 નવેમ્બરે કરાશે જાહેર
  • ફિલ્મનુ વધુ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું

ફિલ્મ ગોવિંદા નામ મેરાનુ વધુ એક પોસ્ટર જાહેર કરાયુ

ફિલ્મ ગોવિંદા નામ મેરાને દર્શકોની વચ્ચે લાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ક્રમમાં ફિલ્મના કલાકારોએ શુક્રવારે અલગ-અલગ પોસ્ટર્સ જાહેર કર્યા હતા. હવે ફિલ્મનુ વધુ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ રવિવારે ફિલ્મનુ ટ્રેલર સામે આવશે. 

ઓટીટી પર 16 ડિસેમ્બરે થશે રીલીઝ

વિક્કી કૌશલની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ આ વર્ષે જૂનમાં રીલીઝ થવાની હતી. પરંતુ કેટલાંક કારણોને લીધે ફિલ્મ રીલીઝ થઇ નહોતી. હવે આ ઓટીટી પર 16 ડિસેમ્બરે રીલીઝ થઇ રહી છે. હાલમાં ફિલ્મને સોશિયલ મીડિયા દ્વારા પ્રમોટ કરાઈ રહી છે. ફિલ્મના કલાકારોએ હવે નવુ પોસ્ટર જાહેર કરી ટ્રેલર રીલીઝની જાણકારી આપી છે. 

બાથટબમાં ફસાયેલા દેખાયા વિક્કી

શુક્રવારે જાહેર કરાયેલ અલગ-અલગ પોસ્ટર્સને જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મમાં ઘણી મસ્તી હશે. ત્રણેય કલાકારોનો અંદાજ જુદો જોવા મળી રહ્યો છે. ટ્રેલર આઉટનુ જે પોસ્ટર વિક્કી કૌશલે શેર કર્યુ છે, તેમાં તેઓ બાથટબમાં દેખાઈ રહ્યાં છે અને તેમના હાથમાં ગન દેખાય છે. તો તેમની એકબાજુ ભૂમિ અને બીજી બાજુ કિયારા બેઠેલી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ