બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Good news for people who want to buy a car, discounts of up to Rs.60 thousand are available during festivals, book today

ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ / કાર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર, તહેવારોમાં મળી રહ્યું છે રૂ.60 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, આજે જ કરાવો બૂક

Pravin Joshi

Last Updated: 04:19 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકો આ સમયને નવી કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય માને છે. તેને જોતા ઘણી કંપનીઓ પોતાની કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઘણી હેચબેક કાર પણ ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે.

  • ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ 
  • નવી કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો
  • ઘણી કંપનીઓ આપી રહી છે ભારે ડિસ્કાઉન્ટ 

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકો આ સમયને નવી કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય માને છે. તેને જોતા ઘણી કંપનીઓ પોતાની કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઘણી હેચબેક કાર પણ ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે. સૌથી મોટા ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ કેટલીક હેચબેક કાર પર એક નજર કરીએ.

Citroen C3 

Citroen C3 હેચબેક સેગમેન્ટમાં એક નવું મોડલ છે, જે ખૂબ જ લોકપ્રિય છે. તેમાં 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર એન્જિન, NA પેટ્રોલ એન્જિન છે. જે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે. હાલમાં, આ કાર પર 99,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસનો સમાવેશ થાય છે.

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે સસ્તી કાર! SUVને આપશે ટક્કર, જાણો ફિચર્સ  અને કિંમત | Cheap cars are coming to the market! Will give SUV a bump, know  the features and

Maruti Suzuki Ignis

મારુતિ સુઝુકી ઇગ્નિસ 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર, NA પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. હાલમાં, આ કાર પર 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં 35,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10,000 રૂપિયાનું કોર્પોરેટ બોનસ શામેલ છે.

નાના પરિવાર માટે Maruti Suzuki એ લૉન્ચ કરી નવી કાર, કિંમત 5 લાખથી ઓછી | Maruti  Suzuki launches a new car for a small family costing less than Rs 5 lakh

Hyundai Grand i10 Nios

હ્યુન્ડાઈના ગ્રાન્ડ i10ને પાવર માટે 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. હાલમાં, આ કાર પર તહેવારોની સિઝનમાં રૂ. 43,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

Grand i10 Nios જૂના મોડલથી હશે આટલી મોંઘી, એન્જીનમા કરાયા આ ફેરફાર | grand  i10 nios grand i10 nios price grand i10 nios images hyundai news grand i10  will have these updates

Renault Kwid 

Renault Kwid પાસે 1.0-લિટર, ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 67 HP પાવર અને 91 Nm ટોર્ક જનરેટ કરે છે, હાલમાં આ કાર પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ તેના ટોપ-સ્પેક વેરિઅન્ટ્સ પર લાગુ છે. આમાં 20,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ શામેલ છે.

Renault Kwid એ લૉન્ચ કરી પોતાની સૌથી સસ્તી કાર, કિંમત અને ફીચર જાણીને ખુશ  થઈ જશો | kwid's new model launch

Maruti Suzuki Celerio 

Maruti Suzuki Celerio એ દેશમાં સૌથી લોકપ્રિય અને સસ્તું મોડલ છે. આ કાર પર 59,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં રૂ. 35,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000નું કોર્પોરેટ બોનસ સામેલ છે.

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે દમદાર 2 CNG કાર, જાણો શું છે ફિચર્સ અને  એવરેજ | maruti suzuki dzire to celerio tata tiago upcoming cng cars

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ