સોના અને ચાંદીની કિંમતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારની સરખામણીએ આજે સોનું ઘણું સસ્તુ થયું છે. ગ્લોબલ માર્કેટની અસર ભારતીય બજાર પર થઈ હોય તેવું લાગી રહ્યું છે. જાણો લેટેસ્ટ ભાવ...
સોના અને ચાંદીનાં ભાવમાં આજે ઘટાડો
ઈન્ટરનેશનલ માર્કેટમાં ઘટાડાની સંભવિત અસર
શુક્રવારની સરખામણીએ ભાવમાં થયાં ફેરફાર
ભારતીય શરાફા બજારમાં આજે 25 સપ્ટેમ્બર 2023નાં રોજ સોનું-ચાંદી સસ્તું થયું છે. સોનાની કિંમત 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે જ્યારે ચાંદીનાં ભાવ 72 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનાં 10 ગ્રામની કિંમત 59104 રૂપિયા છે જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 72657 રૂપિયા છે.
શુક્રવારની સરખામણીએ કિંમતમાં ઘટાડો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર શુક્રવારની સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 59134 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સોમવારે સવારે 59104 રૂપિયા પર આવી ગયું. આ રીતે શુદ્ધતાનાં આધાર પર સોનું અને ચાંદી સસ્તું થયું છે.
આજની સોના-ચાંદીની કિંમત
આજે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને 58867 રૂપિયા થઈ છે જ્યારે 916 (22 કેરેટ) પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાની કિંમત 54139 રૂપિયા નોંધાઈ છે. આ સિવાય 18 કેરેટ અને 14 કેરેટ સોનાનાં ભાવ ક્રમશ: 44328 અને 34576 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયાં છે . ચાંદીની વાત કરવામાં આવે તો આજે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીની કિંમત 72657 રૂપિયા થઈ ગઈ છે.
અમદાવાદમાં મોંઘુ થયું સોનું અને ચાંદી?
ગુડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર શુક્રવારે અમદાવાદમાં સોનાની કિંમત 54900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી જ્યારે સોમવારે આ આંકડો વધીને 55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયાં છે. ચાંદીનાં ભાવમાં પણ શુક્રવારની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં શુક્રવારે ચાંદીનાં ભાવ 75500 રૂપિયા પ્રતિ કિલો હતાં જે આજે વધીને 75800 થયાં છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું
ઈંટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોના અને ચાંદીમાં નરમી જોવા મળી. કોમેક્સ પર સોનું ઘટાડા સાથે 1940 ડોલર પ્રતિ ઔંસનાં લેવલ પર આવ્યું. ચાંદીની કિંમત પણ 23.76 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. સોના અને ચાંદીની કિંમતોમાં થયેલ ઘટાડાનું કારણ ગ્લોબલ સંકેતો છે કારણકે અમેરિકન 10-ઈયર યીલ્ડ અને ડોલર ઈંડેક્સમાં બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.