બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold monetization scheme deposit your jewellery in bank get 2 point 50 percent interest with tax exemptions

તમારા કામનું / ઘરમાં પડેલા સોનાનું શું કરવું? આ કામ પર લગાડો અને રૂપિયા છાપો, ટેક્સની પણ નથી ઝંઝટ, મોદી સરકારની છે ગેરંટી

Arohi

Last Updated: 06:59 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Monetization Scheme: સોનાને સુરક્ષિત રાખવા માટે ઘણા લોકો બેંકમાં લોકર ખોલાવે છે. જેની વાર્ષિક ફી આપવી પડે છે. બીજી બાજુ ઘરમાં સોનું રાખવા પર હંમેશા જોખમ બની રહે છે. સરકારની એવી યોજના છે જે તમારી બન્ને સમસ્યાઓનું સમાધાન એક સાથે લાવી શકે છે.

  • ઘરમાં પડેલા સોનાથી કરો કમાણી
  • મોદી સરકારની આ યોજના છે કમાલની 
  • ટેક્સની પણ નહીં રહે ઝંઝટ

મોદી સરકારની એક એવી યોજના છે જેનાથી તમે ઘરમાં મુકેલા સોનાને ઉપયોગમાં લઈને દર મહિને કમાણી કરી શકો છો. સાથે જ તમારા આભૂષણ સુરક્ષિત પણ રહેશે. આટલું જ નહીં તમારી આ કમાણી પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. 

ગોલ્ડ મોનેટાઈઝેશન વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી સ્કીમ છે. જેમાં કોઈ પણ નાગરિક ઘરમાં મુકેલા સોનાના આભૂષણ કે ગોલ્ડ બાદ અથવા સોનાના સિક્કાને બેંકમાં જમા કરાવી સ્વર્ણ મૌદ્રીકરણ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજનાનો હેતું સોનાની આયાત પર દેશની નિર્ભરતાને ઘટાડવાનો છે. 

શું છે આ યોજનાની ખાસિયત 
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં સોનું જમા કરનારને સરકારની તરફથી વ્યાજની ગેરેન્ટી મળે છે. તેના પર દર વર્ષે વ્યાજ આપવામાં આવે છે. જ્યારે સોનાની કિંમત પણ બજાર ભાવના હિસાબથી વધતી જાય છે. 

જો તમે મેચ્યોરિટી પર પોતાના સોનાને કાઢો છો તો સોનાના વધતા ભાવની સાથે દર વર્ષના વ્યાજની પણ ચુકવણી કરવામાં આવશે. આ યોજનાનો સમયગાળાના હિસાબથી તેના પર વ્યાજની ચુકવણી થાય છે. સાથે જ તેના પર ટેક્સ પણ નથી લાગતો.  

કેટલું મળે છે વ્યાજ? 
આ યોજનામાં રોકાણના સમયના હિસાબથી વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. યોજનામાં 3 મુખ્ય પાર્ટ છે. શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ યોજના હેઠળ 1થી 3 વર્ષ માટે સ્કીમનો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે. તેના પર વ્યાજદર દર બેંક પોતાના હિસાબથી નક્કી કરે છે. 

ત્યાં જ મીડિયમ ટર્મ માટે 5થી 7 વર્ષ માટે તમે ગોલ્ડ જમા કરાવી શકો છો. તેના પર વાર્ષિક 2.25 ટકાનું નિશ્ચિત વ્યાજ મળે છે. લોન્ગ ટર્મની યોજનામાં તમે 12થી 15 વર્ષ માટે પોતાનું સોનું જમા કરાવી શકો છો. તેના પર તમને વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ