બ્રેકિંગ ન્યુઝ
Viral Video : યુવાનોમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ ચરમસીમાએ પહોંચી ગયો છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જે જોઈને તમે હચમચી જશો.
ADVERTISEMENT
આપણે અવાર નવાર જોતા હોઈએ છીએ કે યુવક અને યુવતીઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જીવના જોખમે રીલ બનાવતા હોય છે, ત્યારે હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પૂરપાટ દોડી રહેલી ટ્રેનના દરવાજામાં એક યુવતી લટકીને રીલ બનાવી રહી છે, જો કે રીલ બનાવતા સમયે એવું થાય છે કે, જોનારની આંખો પહોંળી થઈ જશે.
ADVERTISEMENT
हर जगह मस्ती ठीक नहीं।
— Mahmud (@Mahamud313) October 7, 2025
थोड़ी सी लापरवाही जिंदगीभर का अफसोस बन सकता है। हर जगह मस्ती नहीं सुरक्षा सबसे जरूरी है।
सोचिए 2 सेकंड की एडवेंचर वाली हरकत अगर हादसा बन जाए तो? सतर्क रहिए Safety First
क्या आपको लगता है ऐसी मस्ती पर रोक लगनी चाहिए? pic.twitter.com/FBoBlsY8Sp
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્પીડમાં ચાલી રહેલી ટ્રેનના દરવાજે યુવતી તેની સાથી મિત્રનો હાથ પકડીને લટકી રહી છે અને કોઈપણ જાતના ડર વગર જ સ્ટંટ કરી રહી છે. જો કે ચાલતી ટ્રેનમાં અચાનક જ તે એક પોલ સાથે ધડાકાભેર અથડાય જાય છે અને તેનો હાથ છૂટી જઈને તે નીચે ખીણમાં ખાબકે છે. આ દ્રશ્ય જોઈને તમારા રુવાંટા ઉભા થઈ જશે.

ADVERTISEMENT
વધુ વાંચો : 'લિવ-ઈનના પરિણામો જોવા હોય તો અનાથાશ્રમમાં જાઓ', ગુજરાતના પૂર્વ CMનું મોટું નિવેદન
ADVERTISEMENT
જો કે યુવતીનું મોત થયું છે કે જીવતી છે તે અંગે કોઈ સમાચાર મળ્યા નથી. પણ લોકો આ વીડિયો પર ભયાનક રીતે ગુસ્સો ઠાલવી રહ્યા છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે તેના પરથી યુવાનો શીખ લઈ રહ્યા નથી. વીડિયો @Mahamud313 નામના એક્સ (અગાઉનું ટ્વીટર) પર શેર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.