બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir Somnath MLA Vimal Chudasma puts an end to resignation speculations

નિવેદન / 'હું કોંગ્રેસમાં જ રહીશ, આ તો મને બદનામ કરવા..', ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમાએ રાજીનામાની અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ

Priyakant

Last Updated: 02:57 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLA Vimal Chudasama Statement Latest News: ગીરસોમનાથના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ કહ્યું, અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છીએ. જેના મન ડગે તેવા લોકો પક્ષ પલટો કરતા હોય છે

  • રાજીનામાની અટકળો વચ્ચે ગીરસોમનાથના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાનું નિવેદન
  • કોંગ્રેસ પાર્ટીએ મને ઘણુ બધુ આપ્યુ છે:  MLA વિમલ ચુડાસમા
  • મને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી રહી છે:  MLA વિમલ ચુડાસમા

MLA Vimal Chudasama : ગુજરાતનું રાજકારણ હવે દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. સૌથી પહેલા આપના ધારાસભ્ય અને ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન એવી ચર્ચા છે કે, આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ તરફ હવે રાજીનામાની અટકળો વચ્ચે ગીરસોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. વિમલ ચુડાસમાએ કહ્યું કે, તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી રહી છે.

રાજ્યમાં આજે કોંગ્રેસ કે આપમાંથી વધુ એક રાજીનામું પડી શકે તેવી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રાજીનામાની અટકળો વચ્ચે ગીરસોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કેમ કોંગ્રેસ પાર્ટીએ તેમને ઘણુ બધુ આપ્યુ છે. તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી રહી છે. અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છીએ. આ સાથે તેમણે કહ્યું કે, જેના મન ડગે તેવા લોકો પક્ષ પલટો કરતા હોય છે.

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ એકાએક રાજીનામું આપી દેતા આપમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યાં જ ગઈકાલે ખંભાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું. હજુ એક આપનાં ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા આ બાબતે ઉમેશ મકવાણાને પૂછતા આ વાતને અફવા ગણાવી હતી. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે. 

ચિરાગ પટેલના સૂર બદલાયા
ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા જ ચિરાગ પટેલના સૂર બદલાયા છે. ચિરાગ પટેલે હજુ પણ કોંગ્રેસ તૂટે તેવા આપ્યા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથી. 'ડોનેટ ફોર દેશ' અભિયાનના ચિરાગ પટેલે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ