બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / garud puran these habits can makes goddess laxmi annoyed and reason for money crises

માન્યતા / મોડા સુધી છે સુવાની આદત? તો ચેતી જજો, આજથી જ આ 4 બાબતોમાં લાવો સુધારો, નહીં તો લક્ષ્મીજી થઇ જશે નારાજ

Manisha Jogi

Last Updated: 06:14 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કેટલીક એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે લોકો અમીર બની શકતા નથી.

  • વ્યક્તિની ખરાબ આદતોને કારણે તેના અમીર થવાનો ખેલ બગડી જાય છે
  • ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કેટલીક એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે
  • આ ખરાબ આદતોને કારણે વ્યક્તિ હંમેશા આર્થિક સંકટથી ઘેરાયેલો રહે છે

દરેક વ્યક્તિ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છે છે. અનેક વાર વ્યક્તિની ખરાબ આદતોને કારણે તેના અમીર થવાનો ખેલ બગડી જાય છે. આ કારણોસર લોકો ઈચ્છે તેમ છતાં અમીર બની શકતા નથી. હિંદુ ધર્મમાં ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કેટલીક એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે લોકો અમીર બની શકતા નથી. ભૌતિક યુગમાં જેના પર લક્ષ્મીજીની કૃપા હોય છે, તેને જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ મળે છે. તેની સાથે લક્ષ્મીજીની કૃપાથી ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે. 

ધનનો ઘમંડ-
ધનના અહંકારમાં ચૂર વ્યક્તિ બૌદ્ધિક રૂપે નબળો પડી જાય છે, જેથી અન્ય લોકો મળવાનું બંધ થઈ જાય છે. આ કારણોસર લક્ષ્મી માતા આ પ્રકારના ઘરમાં રહેતી નથી. આ પ્રકારની વ્યક્તિ પાસે ધનનો સંચય થાય છે અને જરૂર કરતા વધુ ખર્ચાઓ થાય છે. અહંકાર માણસને નષ્ટ કરી દે છે. માટે આ આદતનો માણસે ત્યાગ કરવો જોઇએ.

મહેનત ના કરવી-
પોતાનું કામ અન્ય લોકોને સોંપનાર વ્યક્તિ અને મહેનતથી દૂર ભાગતી વ્યક્તિના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી. આ પ્રકારના લોકો પાસે ધનનો અભાવ રહે છે. 

સ્વચ્છતા ના જાળવવી-
લક્ષ્મી માતા માત્ર સ્વચ્છ જગ્યાઓએ રહે છે. ગરુડ પુરાણ અનુસાર ગંદકી રાખનાર વ્યક્તિઓના ઘરમાં હંમેશા નાણાંકીય સંકટ રહે છે. 

મોડા સુધી સૂતા રહેવું- 
શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા માટેનું જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર સૂર્યોદય પછી ઉઠતા લોકો ક્યારેય પણ પ્રગતિ કરી શકતા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ