બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ganesha Dispersal across the state, Tight police arrangements were made

પુઢચ્યા વર્ષી લવકર યા / ગુજરાતમાં DJ-ઢોલ સાથે ઉત્સાહભેર ગણેશ વિસર્જન: ઠેર ઠેર કુંડની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Vishnu

Last Updated: 12:47 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે બાપ્પાના વિસર્જન દરમિયાવન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • આજે છે અનંત ચતુર્દશી
  • કોર્પોરેશન દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવાયા
  • અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
     

ગણપતિ બાપ્પા આજે એટલે કે 9 સપ્ટેમ્બર 2022નાં રોજ પોતાના લોક પાછા ફરી જશે. ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવી ગણેશ વિસર્જન માટેનું આગોતરું આયોજન કરાયું છે.  આ ઉપરાંત બાપ્પાના વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. 

ઝોન વાઈઝ વિસર્જન કુંડ બનાવાયા

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે કૃતિમ તળાવો બનાવામાં આવ્યા છે. શહેરમાં 55 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભક્તો નદીમાં કે તળાવમાં મૂર્તિઓ વિસર્જન કરીને જતા રહે છે. જેના લીધે તળાવ કે નદીનું પાણી ગંદુ થઈ જાય છે. પરંતુ આ વખતે મોટાભાગના લોકો માટીમાંથી બનેલા ગણેશજીની પ્રતિમા લાવ્યા હતા. માટીની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરી શકાય છે. પરંતુ ઘણી જગ્યાએ વિશાળકાય મૂર્તિ લાવવામાં આવી છે. જેનું વિસર્જન કુંડમાં કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 55 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા ઝોન વાઈઝ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત  શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 

વડોદરામાં 1290થી વધુ પંડાલની મૂર્તિઓનું વિસર્જન કરાશે

વડોદરાના માણેજામાં ગઈકાલે રાત્રે નિકળેલી ગણેશ વિસર્જનની સવારીમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.  વડોદરા કોર્પોરેશન દ્વારા પણ 4 કૃત્રિમ તળાવ બનાવામાં આવ્યા છે. નવલખી, વાઘોડિયા રીંગ રોડ, ગોરવા અને હરણી ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં 1290થી વધુ પંડાલની મૂર્તિઓનું વિસર્જન કરાશે. તમામ કુંડ ખાતે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કૃત્રિમ તળાવ ખાતે ફાયર બ્રિગેડ જવાનો અને તરવૈયાઓ પણ હાજર રહેશે. પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો શહેરભરમાં  9 DCP, 28 ACP, 90 PI, 154 PSI, 2730 પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે. 

સુરતમાં 19 કૃત્રિમ તળાવો બનાવામાં આવ્યા 

સુરતમાં આજે અંદાજે 60 હજાર ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા  શહેરના તમામ ઝોનમાં કુલ 19 કૃત્રિમ તળાવો બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરતના રાજમાર્ગ સહિત અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. 12 હજારથી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે.

રાજકોટમાં આજે 7 સ્થળે ગણેશ વિસર્જન કરાશે

રાજકોટમાં આજે થશે ઠેર ઠેર ગણેશ વિસર્જન થનાર છે. મનપા દ્વારા તૈયાર કરેલા સ્થળે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. રાજકોટમાં આજે કુલ 7 સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે. રાજકોટમાં વિસર્જન માટે ત્રણ કલરમાં વેચવામાં આવ્યા છે. વિસર્જન માટે ક્યાં જવું તે તંત્ર દ્વારા નક્કી કરાયું છે. શહેર પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૂટને કલર કોડ અપાયા છે.  વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે રહેશે. તેમજ  1,654 પોલીસ બંદોબસ્તમાં રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ