બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Fraud in the name of Mani Aradhana in Vadodara, Rs 1 token rent ground

છેતરપિંડી / વડોદરામાં માંની આરાધનાના નામે છેતરપિંડી, 1 રૂ ટોકન ભાડે મેદાન, મહિલાઓને ફ્રી પ્રવેશની શરતમાં ગરબડ ગોટાળો

Vishal Khamar

Last Updated: 11:15 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મા અંબાની અરાધનાની ઘણા ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે. મા અંબાના પર્વમાં પણ તગડી કમાણીનો ગરબા આયોજકોએ ખેલ શરૂ કર્યો છે. તંત્ર પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવીને ગરબા આયોજકો કઈ રીતે જોગવાઈનો ઉલાળીયો કરી રહ્યા છે.

  • વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણીનો ખેલ
  • માની આરાધનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે ગરબા આયોજકો
  • મહાપાલિકા પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવવામાં આવે છે

વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણી આયોજકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગરબા આયોજકો મા ની આરાધનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે. મહાનગર પાલિકા પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવવામાં આવે છે. ટોકન ભાડા પેટે મેદાન લે ત્યારે મહિલાઓને ફ્રી પ્રવેશની શરત હોય છે. ઘણાં ગરબા આયોજકોએ આ શરતનો ઉલાળીયો કરી નાંખ્યો છે. 

હવે ટોકન ભાડાથી લીધેલા મેદાન કમાણી માટે મોકળા મેદાન હોય તેવો ઘાટ
કોર્પોરેશન પાસેથી ટોકન ભાડાથી મેદાન લઈ મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવતી નથી. મહાનગર પાલિકાએ વડોદરામાં 31 જગ્યાએ ટોકન ભાડાથી મેદાન આપ્યા છે. જે તે સમયે મહિલાઓને ટોકન ભાડેથી લીધેલા મેદાનમાં ફ્રી પ્રવેશ મળતો હતો. હવે ટોકન ભાડાથી લીધેલા મેદાન કમાણી માટે મોકળા મેદાન હોય તેવો ઘાટ છે. મેદાનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી નહી અને સ્ટોલ માટે પણ તગડું ભાડું લેવાય છે. 

નવરાત્રી સમયે મહિલાઓને ફ્રી પ્રવેશ મળશે કે કેમ તે મહત્વનો સવાલ
આ બાબતે કોર્પોરેશનના જાણ કરતા કોર્પોરેશન કહ્યું કે આ બાબતે યોગ્ય કાર્યવાહીની વાત કરી રહ્યું છે. નવરાત્રી સમયે મહિલાઓને ફ્રી પ્રવેશ મળશે કે કેમ તે મહત્વનો સવાલ છે. લેપ્રસી મેદાનમાં આદ્ય શક્તિ ગરબા દ્વારા મહિલાઓ પાસેથી 300 રૂપિયા વસૂલાય છે. તેમજ શ્રીપાદ નગર સોસાયટીમાં અડુંકિયા દડુકિયો ગરબા દ્વારા 1100 રૂપિયા વસૂલાય છે. જી.બી. પટેલ ગ્રાઉન્ડમાં નવશક્તિ ગરબા દ્વારા 450 રૂપિયા વસૂલાય છે. આઈએમએ દ્વારા ગરબા દ્વારા IMA  દ્વારા 300 રૂપિયા વસૂલાય છે. 

પિન્કીબેન સોની (મેયર, વડોદરા મહાનગર પાલિકા)

આ બાબતે અમે તપાસ કરાવીશુંઃ પિન્કીબેન સોની (મેયર, વડોદરા મહાનગર પાલિકા)
આ બાબતે વડોદરાનાં મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાએ કલા અને સંસ્કારની નગરી છે. અને વડોદરાનાં ગરબા વિશ્વમાં વિખ્યાત છે. તેમજ દેશ વિદેશથી લોકો ગરબા જોવા અને રમવા આવતા હોય છે.  એની સાથે જ સૌ ભેગા મળી માં ની આરાધનાનું પર્વ સાથે મળીને ઉજવીએ છીએ. વડોદરા મહાનગર પાલિકા દ્વારા એક રૂપિયાની ટોકન ફી લઈ ગરબા માટેનાં મેદાનો આપવામાં આવતા હોય છે. ત્યારે મીડીયા દ્વારા મને જાણવા મળ્યું કે ગરબા આયોજકો દ્વારા આવી કોઈ ફી લેવામાં આવે છે. એ અમારા ધ્યાનમાં હતું નહી. ત્યારે આ બાબતે અમે તપાસ કરાવીશું અને જોઈએ છીએ કે તે દિશામાં અમે શું કરી શકીએ તેમ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ