બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Former Indian captain Sourav Ganguly made a big revelation about Rishabh Pant's comeback

ચોખવટ / Rishabh Pant ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે? સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

Kishor

Last Updated: 10:26 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ ઋષભ પંતની વાપસીને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે ઋષભ પંતને ઈન્ડિયાની ટીમમાં વાપસી માટે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

  • ઋષભ પંતની વાપસીને લઈને સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો
  • ટીમમાં પાછા ફરતા હજૂ બે વર્ષ જેવો સમય લાગી શકે
  • ઋષભ પંતની જગ્યા આઈપીએલમાં ભરવી મુશ્કેલ

ક્રિકેટર ઋષભ પંતનો ડિસેમ્બર મહિનામાં કાર અકસ્માત થયો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોચી હતી. ત્યારે આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે કહ્યુ હતુ કે, ઋષભ પંતને હજૂ ટીમમાં પાછા ફરતા હજૂ બે વર્ષ જેવો સમય લાગી શકે છે. આ ઉપરાંત આઈપીએલને લઈને પણ તેમણે વાત કરતા કહ્યુ હતુ કે દિલ્હી કેપિટલ્સની ટીમમાં ઋષભ પંતની જગ્યા ભરવી ખૂબ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે સૌરવ ગાંગુલી મેનેજમેન્ટની ભૂમિકામાં જોડાયેલો છે. 

પંતની જગ્યાએ આ ખેલાડીને દિલ્હીની ટીમની કમાન: IPLમાં હવે વધશે રસાકસી! | This  player replaced Pant in Delhi's team

ટીમમાં પરત ફરવા શુભકામના

સૌરવ ગાંગુલીએ જણાવ્યુ હતુ કે, ડિસેમ્બર ૨૦૨૨માં થયેલા અકસ્માતમાં ઋષભ પંતનો ગંભીર માર્ગ અકસ્માત થયો હતો અને તે બાદ મારે ઘણી વખત વાત પણ થઈ છે. તેમજ ઋષભ પંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અને હુ તેને જલ્દી સાજો થઈ ટીમમાં પરત ફરવા શુભકામના પાઠવુ છું. અને એક વર્ષ અથવા તો થોડા વર્ષમાં તે ભારતીય ટીમમાં રમવા માટે પરત ફરશે.

બે નામને લઈને અટવાયા ગાંગુલી
આગામી દિવસોમાં આઈપીએલ મેચ શરૂ થવા જઈ રહ્યો છે અને દિલ્હી કેપિટલ્સ ટીમનો સ્ટાર પ્લેયર ઋષભ પંત ઈજગ્રસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે તેમના સ્થાને આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમમાં કોને સ્થાન આપવુ તેની જાહેરાત હજૂ સુધી ટીમે કરી નથી. ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી ઋષભ પંતના સ્થાને યુવા અભિષેક પોરેલ અથવા અનુભવી શેલ્ડન જેક્સન આ બે માંથી કોણ સારૂ રહેશે તે નક્કી કરી શક્યા નથી. 

ICCમાં 'દાદા'નો દબદબો: ગાંગુલીને મળ્યું આ મોટું પદ, જાણીને તમે પણ કહેશો વાહ  | sourav ganguly become chairman of ICC men's cricket committee

હાલની સ્થિતિને જોતા તો એવુ લાગી રહ્યુ છે કે, ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સની ટીમનો કેપ્ટન બનાવવામાં આવે. ડેવિડ વોર્નરના નામને હાલ તો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. મહત્વનું છે કે, કોલકાતામાં ત્રણ દિવસીય તાલીમ શિબિર દિલ્હી કેપિટલ્સે યોજી હતી. આ શિબિરમાં ઈશાંત શર્મા, પૃથ્વી શો, ચેતન સાકરિયા, મનીષ પાંડે અને અન્ય ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ