બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / FOREST THERAPY AT THE TAMARA COORG

રિસોર્ટ / ફોરેસ્ટ થેરાપીની મજા માણવી હોય તો પહોંચી જાઓ કૂર્ગની આ જગ્યા પર

Hiren

Last Updated: 08:21 AM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક રાજ્યના કૂર્ગ જિલ્લો પોતાની સુંદરતા અને શાંતિ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એજ કારણ છે કે અહીં પહોંચનારા પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે, જે ભાગદોડની જીંદગીથી દૂર પ્રકૃતિના ખોળામાં સમય વિતાવવા માગે છે. પોતાના પરિવાર સાથે પતોના સંબંધો જીવવા માંગે છે, મસ્તી કરવા માંગે છે. ત્યારે હવે અહીં તમે અત્યંત ફાયદાકારક ફોરેસ્ટ થેરાપીની મજા પણ માણી શકશો.

કૂર્ગમાં દરિયાઇ સપાટીથી 3900 ફૂટ ઊંચાઇએ અને પહાડો પર 180 એકરમાં ડિઝાઇન કરાયેલ લકઝરી 'તામરા' રિસોર્ટ આવેલો છે. જેની મુલાકાત સર્વોચ્ચ આનંદની અનુભૂતી કરાવશે.

જાપાનીઝ પરંપરા 'શિનરીન યોકુ'થી પ્રભાવિત થઇને વન વાતાવરણમાં મેળવવા તામરા કૂર્ગ ફોરેસ્ટ થેરાપીની શરૂઆત કરાઇ છે. આ ફોરેસ્ટ થેરાપી કુદરતી વાતાવરણ પુરૂ પાડે છે, મજા, શાંતિ અને આરામનો અનુભવ કરાવે છે.

વેલનેસ વિશેષજ્ઞો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે, જે મહેમાનોને રિસોર્ટના આસપારના જંગલના માધ્યમથી એક યાત્રા પર લઇ જવાય છે. સમય પણ થંભી જાય છે, કારણ કે સુખદાયક અવાજો ઠંડી હવા ભરે છે, ઇંદ્રિયોને સક્રિય કરે છે અને પ્રકૃતિની સાથે એક મજબૂત સંબંધ બનાવે છે.

પહાડોની લીલોતરી વચ્ચે રસ્તાઓ સુંદરરીતે તૈયાર કરવામાં આવેલ છે. અહીં વિશેષજ્ઞ મહેમાનોને ધ્યાન કરવા માટે માર્ગદર્શન આપે છે, જે કોઇપણ તણાવને નષ્ટ કરી દે છે. આ અનુભવ રિસોર્ટના સ્પા અને વેલનેસ સેન્ટરના ચિકિત્સકો દ્વારા પગના મસાજ સાથે પૂર્ણ થાય છે. અહીં આવેલ શરીર અને આત્મા બન્નેને તાજા મહેસૂસ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

COORG FOREST THERAPY Karnataka TAMARA કર્ણાટક કૂર્ગ Resort
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ