બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Forecast of heavy rain again in Gujarat: Know from where to what date Meghraja will happen please

મેહુલિયો જામશે / ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: જાણો ક્યાંથી કઇ તારીખ સુધી મેઘરાજા થશે મહેરબાન

Malay

Last Updated: 03:52 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast In Gujarat: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં આગામી 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ પડી શકે છે.

  • પરેશ ગોસ્વામીની વરસાદને લઈને આગાહી
  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશેઃ પરેશ ગોસ્વામી
  • 'દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ'

ગુજરાતમાં વરસાદની આગાહીઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જન્માષ્ટીથી વરસાદે ગુજરાતમાં ક્યાંકને ક્યાંક દેખા દીધી હતી. પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું છે કે, આગાણી 16 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી છે.

ગુજરાતમાં સારા વરસાદની આગાહીઃ હવામાન નિષ્ણાંત
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે. 

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે.

ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા: ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી, 23 તારીખથી  મોન્સૂન પર લાગશે બ્રેક | Meteorologist Paresh Goswami predicted rain in  Gujarat

નવરાત્રીમાં પણ રહેશે વાદળછાયું વાતાવરણઃ અંબાલાલ પટેલ 
તેઓએ ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં વરસાદની આગાહી, મહેસાણા, નવસારી સહિતના  જિલ્લાઓને ધમરોળશે | Rain forecast in these districts of Gujarat in the next  24 hours, see what the Meteorological ...

કેટલાક ડેમો સુકાઈ ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની સાંજથી ગુજરાતમાં ઠેર-ઠેર હળવોથી મધ્યમ વરસાદ પડતા લોકો ખુશખુશાલ બની ગયા હતા. આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતા રાજ્યના કેટલાક ડેમના પાણી પણ સુકાઈ ગયા છે. આવા વિષમ સંજોગોમાં ગઈકાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી. દાહોદના ફતેપુરા અને ડાંગના આહવા અને તાપીના કુકરમુંડા અમે ત્રણ તાલુકામાં જ માત્ર ઝરમર વરસાદ પડ્યો હતો. આમ છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ ગાયબ રહેતા લોકો ફરી ચિંતાતુર બન્યા છે. 

ખેડૂતોની હાલત કફોડી બની
ખાસ તો જગતનો તાત ભારે કફોડી હાલતમાં મુકાયો છે. એક તો ખેડૂતો મોંઘા બિયારણ સહિતની વસ્તુઓના ભાવવધારાથી પાકનું વાવેતર મોંઘુ બન્યું હોવાની ગંભીર ફરિયાદો કરતા રહ્યા છે. તેવા સંજોગોમાં વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી તેમના કાળી મજૂરી ઉપર પણ પાણી ફરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ