બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Forbes 2023 list of billionaires announced, Mukesh Ambani is ninth in the list of top-10 richest people in the world

Forbe's Rich List / આવી ગયું અમીરોનું લિસ્ટ... અંબાણી એશિયાના અવ્વલ, અદાણી જુઓ કયા નંબર પર ધકેલાયા

Priyakant

Last Updated: 12:50 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટને કારણે ભારે નુકસાન સહન કરનાર ગૌતમ અદાણી આ યાદીમાં 24માં નંબરે પહોંચી ગયા, મુકેશ અંબાણી વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં નવમા નંબરે

  • ફોર્બ્સ દ્વારા 2023ના અબજોપતિઓની યાદી જાહેર કરી 
  • મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
  • મુકેશ અંબાણી  વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં નવમા નંબરે
  • ફોર્બ્સ યાદીમાં ગૌતમ અદાણી 24માં નંબરે પહોંચી ગયા 

ફોર્બ્સ દ્વારા 2023ના અબજોપતિઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. આ તરફ હવે હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટને કારણે ભારે નુકસાન સહન કરનાર ગૌતમ અદાણી આ યાદીમાં 24માં નંબરે પહોંચી ગયા છે. અમેરિકન શોર્ટ સેલર ફર્મનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ પ્રકાશિત થયો તે પહેલાં તે 126 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. 

હાલમાં જ બહાર પાડવામાં આવેલા રિચ લિસ્ટના ડેટામાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે કે, વિશ્વના ટોપ-25 બિલિયોનેર્સની કુલ સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે છે ફોર્બ્સ દ્વારા 2023ના અબજોપતિઓની યાદી જાહેર કરાઇ છે. જેમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં નવમા નંબરે છે. 

વિશ્વના 9માં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી
ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ જીતનાર મુકેશ અંબાણી વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં નવમા નંબરે છે. 65 વર્ષીય ભારતીય ઉદ્યોગપતિની કુલ નેટવર્થ $83.4 બિલિયન છે. ફોર્બ્સ અનુસાર ગત વર્ષ 2022માં જ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 અબજ ડોલરથી વધુની આવક મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. 

નવી યાદી અનુસાર મુકેશ અંબાણી માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિન, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલથી ઉપર છે. અંબાણી ગયા વર્ષે 90.7 અબજ ડોલરની અંદાજિત નેટવર્થ સાથે યાદીમાં 10મા ક્રમે હતા.

તેલથી ટેલિકોમ સુધી અંબાણીની બોલબાલા 
રિલાયન્સનો કારોબાર તેલ, ગેસ, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલો છે અને જૂથનો રિલાયન્સ રિટેલ બિઝનેસ સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. અંબાણીએ પોતાના ત્રણ બાળકો ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને રિલાયન્સ ગ્રુપમાં અલગ-અલગ જવાબદારીઓ આપી છે. મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી ગ્રૂપના ટેલિકોમ બિઝનેસ Jio Infocomના ડિરેક્ટર છે. તેની અલાના દીકરી ઈશા અંબાણી (ઈશા અંબાણી) રિટેલ બિઝનેસને આગળ લઈ રહી છે. રિલાયન્સનું ન્યૂ એનર્જી વેન્ચર્સ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના ખભા પર છે.

અદાણી હજુ પણ હિંડનબર્ગથી પ્રભાવિત 
ફોર્બની યાદી અનુસાર ગયા વર્ષે વિશ્વના ટોપ-3 અબજોપતિઓમાં સ્થાન મેળવનાર ગૌતમ અદાણી આ વર્ષે સતત નીચે સરકી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હાલમાં અદાણીની કુલ સંપત્તિ  હવે $47.2 બિલિયન છે અને તે બિલિયોનેર્સ લિસ્ટમાં 24માં નંબર પર છે. જોકે તેઓ મુકેશ અંબાણી પછી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. 

અંબાણીની સંપત્તિ અદાણીની સંપત્તિથી વધુ 
વર્ષ 2023 ગૌતમ અદાણી માટે સૌથી ખરાબ સાબિત થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે. અંબાણીની સંપત્તિ અદાણીની સંપત્તિ કરતાં $36.2 બિલિયન વધુ છે. હિંડનબર્ગના અહેવાલ પછીના એક મહિનાની અંદર, તેમની સંપત્તિમાં 60%નો ઘટાડો થયો અને અદાણી જૂથની માર્કેટ મૂડી પણ $100 બિલિયનની નીચે પહોંચી ગઈ. આ ઘટાડાને કારણે અદાણી પહેલા અમીરોની યાદીમાં ટોપ-10માંથી બહાર થઈ ગયા, પછી ટોપ-20 અને ટોપ-30માંથી બહાર થઈને 34માં સ્થાને પહોંચી ગયા. જોકે માર્ચના મધ્યમાં તેમના શેરમાં થોડી રિકવરી જોવા મળી અને તે ટોપ-25માં પાછો ફર્યા હતા. 

ટોપ-3 અમીરોમાં આ અબજોપતિ 
ફોર્બ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જેફ બેઝોસને પણ આ વર્ષે સૌથી વધુ નુકસાન થયું છે, તેમની કંપની એમેઝોનના શેરમાં 38 ટકાનો ઘટાડો થયો છે અને તે અમીરોની યાદીમાં ત્રીજા નંબર પર છે. અદાણી અને બેઝોસ પછી ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક એક વર્ષ પહેલા કરતાં $39 બિલિયન ઓછી સંપત્તિ સાથે અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમે છે. મસ્કની કુલ સંપત્તિ $180 બિલિયન છે અને બેઝોસની નેટવર્થ $114 બિલિયન છે. ફ્રેન્ચ અબજોપતિ અને લક્ઝરી ગુડ્સ ટાયકૂન, LVMHના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ, $211 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં પ્રથમ વખત નંબર-1 પર છે. દરમિયાન વિશ્વના 25 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ $2,100 બિલિયન નોંધાઈ છે. 2022માં આ આંકડો $2,300 બિલિયન હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના આ અમીર લોકોની સંપત્તિમાં બે તૃતીયાંશનો ઘટાડો થયો છે. 

ભારતીય અબજોપતિઓની નવી યાદી
ભારતીય અબજોપતિઓની નવી યાદીમાં IT જાયન્ટ HCLના શિવ નાદર 25.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. બીજી તરફ વેક્સીન કિંગ તરીકે ઓળખાતા સાયરસ પૂનાવાલા ચોથા નંબરે, સ્ટીલ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ પાંચમા નંબરે, છઠ્ઠા નંબર પર ઓપી જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ, સાતમા નંબરે સન ફાર્મા ના દિલીપ સંઘવી, આઠમા સ્થાને ડી-માર્ટ રાધાકૃષ્ણ દામાણી, કુમાર  નવમા સ્થાને મંગલમ બિરલા અને ઉદય કોટક દસમા સ્થાને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ