બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / fixed deposit get great returns without risk know these 5 great benefits of fd
Bijal Vyas
Last Updated: 09:30 PM, 15 July 2023
fixed deposit: જો તમે તમારી મહેનતની કમાણી એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં જોખમ નહિવત હોય અને તમને નિશ્ચિત વળતર પણ મળે. આવી સ્થિતિમાં FD એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. એફડીને ટર્મ ડિપોઝિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બચત ખાતાઓ અને સરકારી બોન્ડ્સ જેવા અન્ય જોખમ-મુક્ત ઉત્પાદનો કરતાં વધુ વળતર પણ આપે છે. FD માં રોકાણ સામાન્ય રીતે બજારના જોખમથી મુક્ત હોય છે અને મેચ્યોરિટી કે રેગ્યુલર અને રેગ્યુલર ઇન્ટરવલ પર નિશ્ચિત વળતર પણ મળે છે.
મળી રહ્યો છે 8 ટકા સુધીનો વ્યાજ
RBI દ્વારા રેપો રેટમાં વધારા બાદ દેશની મોટાભાગની બેંકો અલગ-અલગ FD પર વધુ સારું વ્યાજ આપી રહી છે. ઘણી બેંકો 3 થી 5 વર્ષની FD પર વાર્ષિક 8% સુધી વ્યાજ ચૂકવે છે. આ તકનો લાભ લઈને, તમે સરળતાથી સુંદર વળતર મેળવી શકો છો. ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD એ તમામ વય જૂથો માટે દેશમાં સૌથી વધુ લોકપ્રિય રોકાણ ઉત્પાદનોમાંથી એક છે. FD ની લોકપ્રિયતા પાછળ કેટલાક ખાસ ફાયદા છે. આવો તેના વિશે જાણીએ FD ના 5 ફાયદા-
1. ફિક્સ અને રિસ્ક ફ્રી રિર્ટન
FD બજારના ઉતાર-ચઢાવથી મુક્ત રહે છે. એટલે કે, બજારમાં કોઈપણ પ્રકારની હલચલ થાય તેના FDના રિર્ટન પર કોઈ અસર થતી નથી. તેથી, તે રોકાણકારો માટે સ્થિર રોકાણ વિકલ્પ બનાવે છે. બીજી મહત્વની વાત એ છે કે, FD પર વ્યાજ પહેલેથી જ નક્કી છે. એટલે કે, રોકાણકાર જાણે છે કે તેને નિશ્ચિત સમયઅંતર પર કેટલી નિશ્ચિત આવક મળશે.
2. લિક્વિડિટીની સુવિધા
FD એ સૌથી વધુ પ્રવાહી રોકાણોમાંનું એક છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમાંથી નાણાં ઉપાડી શકાય છે. એટલે કે, જો કટોકટીમાં નાણાંની જરૂર હોય, તો રોકાણકાર તેની એફડીની પાકતી મુદત પહેલા જ ઉપાડી શકે છે. જોકે, તેના માટે તેણે ચોક્કસ ચાર્જ ચૂકવવો પડશે. મોટાભાગની બેંકો 0.50% થી 1.0% સુધીના પ્રી-મેચ્યોર વિડ્રોઅલ ચાર્જ વસૂલે છે. બેંકો અને NBFCના પ્રી-મેચ્યોરિટી ઉપાડ ચાર્જ કાર્યકાળ પર આધાર રાખે છે.
3. લોનની સુવિધા
FD એક એવો રોકાણ વિકલ્પ છે જેના પર તમે લોન પણ લઈ શકો છો. મોટાભાગની નાણાકીય સંસ્થાઓ FD તોડ્યા વિના જરૂરિયાતમંદ ગ્રાહકોને FD રકમના 90% સુધીની લોન આપે છે. આ લોનના વ્યાજ દરો ખૂબ જ મધ્યમ છે. FD સુવિધા સામે SBI ની લોનના નિયમો અને શરતો મુજબ, FD સામે લોન મેળવવા માટે કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની નથી. કોઈપણ પ્રકારની પ્રીપેમેન્ટ પેનલ્ટી પણ નથી.
4. ન્યૂનતમ રોકાણ અને વધારે ફ્લેક્સિબિલિટી
FD એ સૌથી વધુ ફ્લેક્સિબલ પ્રોડક્ટ છે એટલે કે કાર્યકાળ અને રકમ જાતે પસંદ કરવાની સ્વતંત્રતા છે. એટલે કે, FDમાં રોકાણ 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે કરી શકાય છે.
5. સારુ રિર્ટન
તમામ જોખમ મુક્ત રોકાણ વિકલ્પો વિશે વાત કરીએ તો, સામાન્ય રીતે FDએ શ્રેષ્ઠ વળતર આપતી પ્રોડક્ટ છે. કોઈપણ જોખમ વિના રોકાણ કરવા માંગતા લોકો માટે આ એક સારો વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army