બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fire broke out in three big cities simultaneously in Gujarat, an incident occurred in Dardham, Patan, Petlad and Palanpur.

દુર્ઘટના / ગુજરાતમાં એકી સાથે ત્રણ મોટા શહેરમાં આગ લાગતાં દોડધામ, પાટણ, પેટલાદ અને પાલનપુરમાં બની ઘટના

Vishal Khamar

Last Updated: 10:25 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીમાં ફટાકડા ફોડી લોકો તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતું ક્યારેક ફટાકડાનો તણખો ઉડીને ઘાસ કે સળગી જાય તેવી વસ્તુ પર પડતા આગ લાગવાનો ભય રહેલો હોય છે. ત્યારે આજે રાજ્યમાં ઘણી જગ્યાએ આગ લાગવાનાં બનાવો બન્યા છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.

  • રાજ્યમાં બની 3 આગ લાગવાની ઘટનાઓ
  • પાટણમાં ફટાકડા સ્ટોલમાં લાગી હતી આગ
  • આણંદના પેટલાદની પ્રાથમિક શાળા પાસે પણ આગ

ફટાકડાના સ્ટોલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ
પાટણનાં સરસ્વતી તાલુકાનાં સરીયદ ગામમાં ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગી હતી. ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

આગમાં એક ટ્રેકટર પણ બળીને થયું ખાખ
આણંદનાં પેટલાદનાં રૂપિયાપુરા ગામની પ્રાથમિક શાળા પાસે આગ લાગી હતી. પાણીની ટાંકી નીચે ગોઠલેલા ઘાસચારામાં આગ લાગી હતી. પેટલાદ ફાયર વિભાગે ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ આગમાં એક ટ્રેક્ટર પણ બળીને ખાખ થઈ ગયું હતુ. 

આગ લાગવાનું કારણ અકબંધ
બનાસકાંઠાનાં પાલનપુરમાં આવેલ કિર્તીસ્તંભનાં પ્રાંગણમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા લોકોએ આ બાબતે ફાયર વિભાગને જાણ કરતા ફાયરનાં કર્મચારીઓ ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સદનસીબે જાનહાની ટળી હતી. 

ઉમરગામ GIDC વિસ્તારમાં લાગી આગ
વલસાડની ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આર.કે.પેકેજીંગ કંપનીમાં આગ લાગી હતી. ત્યારે આ બાબતે લોકો દ્વારા ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા ફાયર ફાઈટર વિભાગે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ વધુ ન પ્રસરે તે માટે પણ તકેદારી લેવાઈ હતી. કંપનીમાં મોટા પાયે જ્વલંતશીલ જથ્થાનો પદાર્થ હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ