બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Film Adipurush prem sagar son of ramanand sagar reaction on adipurush talk on hanuman ravana character

પ્રતિક્રિયા / '50 વર્ષ સુધી રામાનંદ સાગર જેવી રામાયણ...' આદિપુરૂષમાં રાવણના પાત્રને લઈ ભડક્યા પ્રેમ સાગર

Arohi

Last Updated: 12:27 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prem Sagar On Adipurush: પ્રેમ સાગરે આદિપુરૂષમાં રાવણની ભુમિકાને ખલનાયકની જેમ બતાવવાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ફિલ્મ પર ક્રિએટિવ ફ્રીડમનો ખોટો ઉપયોગ કરવાના આરોપ પણ લગાવ્યા છે.

  • આદિપુરૂષને લઈને ભડક્યા પ્રેમ સાગર 
  • ક્રિએટિવ ફ્રીડમના ખોટા ઉપયોગનો આરોપ
  • રાવણના પાત્રને લઈ ભડક્યા પ્રેમ સાગર

'આદિપુરૂષ'ને લઈને વિરોધનો સિલસિલો તેના રિલીઝ થવા બાદ વધારે વધી ગયો છે. મહાકાવ્ય 'રામાયણ'ના પાત્રો અને ઘટનાઓને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવવાને લઈને દર્શક તેના વિરૂદ્ધ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. આ કડીમાં રામાનંદ સાગરના દિકરા પ્રેમ સાગરે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. 

પ્રેમ સાગરે વ્યક્ત કરી નારાજગી 
એક ન્યૂઝ પોર્ટલને ઈન્ટરવ્યૂ આપતા પ્રેમ સાગરે જણાવ્યું કે તેમણે અત્યાર સુધી ફિલ્મ તો નથી જોઈ પરંતુ ફિલ્મનું ટીઝર જોયું છે. તેમાં દેવદત્ત નાગે જે હનુમાનજીની ભુમિકા નિભાવી રહ્યા છે તે કહે છે, "તેલ તેરે બાપ કા, જલેગી તેરે બાપ કી..." તેને જોઈને લાગે છે કે ઓમ રાઉતે 'આદિપુરૂષ' દ્વારા માર્વલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

'50 વર્ષ સુધી પણ રામાનંદ સાગર જેવી રામાયણ ન બની શકે'
પ્રેમ સાગરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેની સાથે તેમણે એક લાંબું-કેપ્શન પણ લખ્યું છે. પ્રેમ સાગરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "50 વર્ષ સુધી પણ રામાનંદ સાગર જેવી રામાયણ ન બની શકે... પાપાજીનો જન્મ રામાયણ બનાવવા માટે થયો હતો. તેમણે રામાયણને ફરીથી લખવા માટે આ ઘરતી પર મોકલવામાં આવ્યા હતા. જેવી રીતે વાલ્મીકિજીએ તેને છંદોમાં લખ્યું હતું. તુલસીદાસજીએ તેને અવધ ભાષામાં લખી હતી અને પાપાજીએ તેને ઈલેક્ટ્રોનિક યુગમાં લખી હતી.... રામાનંદ સાગરની રામાયણ એક એવું મહાકાવ્ય હતું જેણે દુનિયાને એક્સપીરિયન્સ કર્યો અને તેને લોકોના દિલમાં ક્યારેય ન બદલી શકાય."

ફિલ્મમાં રાવણની ભુમિકાને જણાવી ખોટી 
પ્રેમ સાગરના અનુસાર તેમના પિતા રામાનંદ સાગરે પણ રામાયણ બનાવી અને તેમાં પણ તેમણે ક્રિએટિવ ફ્રિડમનો ઉપયોગ કર્યો પરંતુ તેમણે ભગવાન રામને સમજ્યા. તેમના ઘણા ગ્રંથ વાંચ્યા બાદ અમુક મામુલી ફેરફાર કર્યા અને ક્યારેય પણ તથ્યો સાથે છેડછાડ નથી કરી. 

તેમણે આગળ રાવણના પાત્રની તરફ સેફ અલી ખાનના કાળા રંગને લઈને પણ વાત કરી. તેમણે કહ્યું કે રાવણ ખૂબ વિદ્વાન અને જ્ઞાની હતો અને કોઈ પણ તેને ખલનાયકની રીતે રજૂ ન કરી શકે. 

ક્રિએટિવ ફ્રીડમનો ખોટો ઉપયોગ 
ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે રાવણે જે પણ કર્યું ફક્ત એટલા માટે કારણ કે તે જાણતા હતા કે તેમને ભગવાન રામના હાથે મોક્ષ મળી શકે છે. ત્યાં જ જ્યારે રાવણ મરવાના હતા ત્યારે ભગવાન રામે લક્ષ્મણને રાવણના ચરણોમાં મોકલ્યા હતા જેથી તે તે સમયે કંઈક સીખ લઈ શકે. 

તેમણે પોતાના ઈન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું કે પ્રેમ સાગરે કહ્યું કે આદિપુરૂષમાં ક્રિએટિવ ફ્રીડમની આડમાં રાવણને ખૂંખાર ખલનાયકની રીતે રજૂ કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ