બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / figure of the amount seized in the Code of Conduct is shocking

કાર્યવાહી / આચારસંહિતામાં ઝડપાયેલી રકમનો આંકડો ચોંકાવનારો, દારૂ, ડ્રગ્સ અને રોકડ સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત, જાણો વિગત

Mahadev Dave

Last Updated: 12:15 AM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને સબંધિત વિભાગ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

  • ચુંટણીને લઇને પોલીસ દ્વારા સતત કાર્યવાહી 
  • NDPS Act, 1985 હેઠળ કુલ ૪૪ કેસો નોંધાયા

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા. 1 ના રોજ યોજાશે. તથા તા. 5 ના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે.  જેને લઇને તા. ૦૩/૧૧/૨૨થી આદર્શ આચાર સંહિતા  અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩ થી તા.૨૯ સુધી કુલ ૩૪,૭૨૪ કેસો કરવામાં આવ્યા છે. જેમાં ૨૮,૯૯૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ૨૮,૭૩,૪૨૦ રૂ. નો દેશી દારૂ ૧૪,૭૧,૫૦,૯૭૦ રૂ. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ૨૦,૩૦,૩૭,૫૮૧ રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે ૩૫,૩૦,૬૨,૯૭૨ નો મુદ્દામાલ પકડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

૩,૩૧,૭૨૯ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં અંગેની કામગીરી કરાઇ
બીજી બાજુ રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ ૨,૯૬,૨૨૫ કેસો, Gujarat Prohibition Act, 1949 હેઠળ ૩૪,૯૮૩ કેસો, Gujarat Police Act, 1951 હેઠળ ૧૦૯ કેસો તથા PASA Act, 1985 હેઠળ ૪૧૨ કેસો એમ વિવિધ કલમો હેઠળ ૩૯૮ કેસોની વિવિધ કલમો હેઠળ ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ કરવાની સંભાવના ધરાવતા શખ્સો વિરૂધ્ધ કુલ ૩,૩૧,૭૨૯ અટકાયતી પગલાં અંગેની કામગીરી કરાઇ છે. 

NDPS Act, 1985 હેઠળ કુલ ૪૪ કેસો નોંધાયા
આ ઉપરાંત રાજ્યમાં કુલ ૫૫,૬૪૦ પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા ૫૧,૧૪૧ (૯૧.૯૨%) હથિયારો જમા લેવામાં આવેલ છે, ૪૪૦૬ (૦૮.૦૦%) હથિયાર ધારકોને મુક્તિ આપવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા કરવાની કામગીરી હાલમાં ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ ૯૦ ગેરકાયદેસર હથિયાર, ૪૨૦ ગેરકાયદેસર દારૂગોળા તથા ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પદાર્થ જમા કરવામાં આવેલ છે. તે અંગે કુલ ૯૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.તો NDPS Act, 1985 હેઠળ કુલ ૪૪ કેસો નોંધી, કુલ ૬૧,૯૭,૩૫,૨૧૯ નો ૧૪૯૨.૬૭૪૭ કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે. 

69,44,84,030 નો મુદ્દામાલ જપ્ત
હાલ ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ, ૫૪૬ થી વધુ   Static Surveillance Teams તથા ૫૪૬ થી વધુ   Flying Squads કાર્યરત છે Static Surveillance Teams દ્વારા 56,970 દેશી દારૂ, 1,53,00,000 રૂ. ના ઘરેણાં, 1,21,36,630 રૂ.ની રોકડ રકમ તથા 14,76,700 રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 2,89,75,070 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Flying Squads દ્વારા 34,950 નો દેશી દારૂ, 1,85,56,220 રોકડ રૂપિયા તથા 9,43,000 ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,95,34,625 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.  લોકલ પોલીસ દ્વારા 3,09,03,760 રોકડ રૂપિયા3,55,67,237 રૂ. ના ઘરેણાં, 61,97,45,109 રૂ. ના NDPS પદાર્થો તથા 8,267,924રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,44,84,030 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 પોલીસ કાર્યવાહી વિધાનસભા ચૂંટણી Gujarat Elections 2022
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ