બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fatehabad Wrestling Association comes in support of wrestlers, all members resign

હરિયાણા / કુસ્તીબાજોનાં સમર્થનમાં આવ્યું ફતેહાબાદ રેસલિંગ એસોસિએશન, તમામ સભ્યોએ આપ્યું રાજીનામું

Priyakant

Last Updated: 09:35 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: સામુહિક રાજીનામામાં પદાધિકારીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સામે કાર્યવાહી ન થવા બદલ રોષ વ્યક્ત કર્યો

  • દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને લઈ મોટા સમાચાર
  • કુસ્તીબાજોનાં સમર્થનમાં આવ્યું ફતેહાબાદ રેસલિંગ એસોસિએશન
  • ફતેહાબાદ રેસલિંગ એસોસિએશનના તમામ પદાધિકારીઓએ આપ્યું રાજીનામું 

દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 12 દિવસથી આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છેઆ દરમિયાન અત્યાર સુધી અનેક સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો પિકેટિંગ ખેલાડીઓના સમર્થનમાં આવ્યા છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ફતેહાબાદ રેસલિંગ એસોસિએશનના તમામ પદાધિકારીઓએ રાજીનામું આપી દીધું હતું. સામુહિક રાજીનામામાં પદાધિકારીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સામે કાર્યવાહી ન થવા બદલ રોષ વ્યક્ત કર્યો છે. આ સાથે તેણે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના મામલામાં સુનાવણી ન થવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

ફતેહાબાદ રેસલિંગ એસોસિએશન જિલ્લા કુસ્તી સંઘના પદાધિકારીઓ શુક્રવારે ડીસી અને જિલ્લા ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ મનદીપ કૌરને મળ્યા હતા અને તેમનું સામૂહિક રાજીનામું સોંપ્યું હતું. આ પછી તેણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, વિશ્વ મંચ પર દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓની આ દુર્દશા સહન કરવા યોગ્ય નથી. આથી આજે સમગ્ર યુનિટને વિખેરી નાખવામાં આવી રહ્યું છે.

શું કહ્યું જિલ્લા કુસ્તી સંઘના પ્રમુખે ? 
જિલ્લા કુસ્તી સંઘના પ્રમુખ રામનિવાસ અને સેક્રેટરી પ્રદીપ પોટલિયાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે, સાંસદ બૃજભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડ કરીને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં કોઈ ખેલાડીઓ સાથે આવી રીતે રમી ન શકે. તેમણે કહ્યું કે,  આવી ઘટનાઓ પછી બાળકો ખાસ કરીને દીકરીઓ આગળ વધી શકશે નહીં, તેમનું મનોબળ તૂટી જશે. રમતગમત અને રમત-ગમત સંબંધિત સંગઠનમાં વિશ્વાસ ગુમાવવો પડશે. તેમણે કહ્યું કે, કુસ્તીબાજોને જુઠ્ઠા કહેવામાં આવી રહ્યા છે. પણ વિચારવા જેવી વાત છે કે, જે દીકરીઓ યૌન શોષણનો આરોપ લગાવે છે તેઓ આ રીતે તેમની ઈજ્જત સાથે ખેલ તો નહીં કરે. કુસ્તીબાજને તૈયાર કરવામાં ઘણી મહેનત અને સમય લાગે છે. એટલા માટે આજે અમે સામૂહિક રીતે રાજીનામું આપી રહ્યા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ