બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers are happy with the entry of Meghraja again in Gujarat

મેઘરાજાની બેટિંગ / ગુજરાતમાં બારે મેઘ ખાંગાં: ખેડૂતોને થઈ ગઈ હરખની હેલી, અહીં 6 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો શું છે આગાહી

Malay

Last Updated: 10:31 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે રાજ્યમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશ ખુશ.

  • ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ
  • ગઈકાલ રાતથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
  • વરસાદની વાપસી થતા ખેડૂતોમાં નવી આશા જીવંત થઇ 

Rain In Gujarat: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ દિલ ખોલીને વરસવાનું મન બનાવી લીધું છે. ગઈકાલથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે, ગઈકાલથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાર વરસી રહ્યો છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે ફરી મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના પાકોને નવું જીવનદાન મળ્યું છે. વરસાદની વાપસી થતા ખેડૂતોમાં નવી આશા જીવંત થઇ છે.

6.22 લાખ હેક્ટર ખરીફ પાકનાં વાવેતર સાથે કચ્છ રાજ્યમાં અવ્વલ નંબરે | Gujarat  Chapter 6.22 lakh hectares with kharif crops first in Kutch state

ધનસુરા અને બાયડમાં 6 ઇંચ વરસાદ  
રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ગઈકાલ રાતથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર થયા છે. મોડાસા અને ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં ધનસુરા અને બાયડમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં એક રાતમાં 10 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. 

ગોધરામાં પણ પડ્યો 6 ઈંચ વરસાદ
પંચમહાલના ગોધરામાં રાત્રીના સમયે 6 ઈંચ વરસાદ પડ્યો છે. અવિરત વરસાદને કારણે મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી સ્થાનિકોને મેસરી નદીના કાંઠે ન જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ગોધરાનો વોરવાડ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ગોધરાની સોસાયટીમાં ભરાયા પાણી છે. અવિરત વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ ઉપરાંત દાહોદના સંજેલી ઝાલોદ તરફના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કદવાલ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝ વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. 

નર્મદા ડેમમાં 18,63,117 ક્યૂસેક પાણીની આવક 
ઉપરવાસમાં ભારે વરસાદને પગલ રાજ્યના ડેમાં પાણીની ભરપૂર આવક થઈ છે. નર્મદા ડેમ આ વર્ષે છલોછલ ભરાઈ ગયો છે. જ્યારે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. નર્મદા ડેમમાં 18,63,117 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 23 દરવાજા 7.90 મીટર સુધી ખોલી 18,41,566 ક્યૂસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. 

નર્મદામાં 800થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તિલકવાડા, નાંદોદ, રાજપીપળામાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમથી 10 કિલોમીટર દૂર ગરુડેશ્વર મેઈન હાઇવે પર પાણી ભરાયા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા હાઇવે પર આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે. 

માંગરોળ ગામ બન્યું સંપર્ક વિહોણું
નર્મદા નદીનું પાણી નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં ઘૂસ્યા છે. જેથી માંગરોળ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નર્મદા નદી કિનારાના શિવ મંદિર પાણીમાં ડૂબ્યું છે. ઘરમાં રહેલા લોકો ઘરમાં કેદ થયા છે. આખા ગામમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 

ખેડૂતોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બનાસકાંઠા પંથકમાં વરસાદ થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. બે મહિના બાદ વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.  આખા દિવસના બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ