બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Famous Waterfall in Ranchi and Jharkhand

ટ્રાવેલ / રાંચી કે ઝારખંડ ફરવા જાઓ તો ચોક્કસથી જોઇ આવો આ વોટરફોલ્સ

Juhi

Last Updated: 04:19 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમિલિ કે ફ્રેન્ડ્સ સાથે ફરવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો, પરંતુ કન્ફ્યુઝ છો કે ક્યાં જવું. જો તમે પહાડ ફરી ચુક્યા છો અને સમુદ્રને પણ તમારા ટ્રાવેલ લિસ્ટમાં જોડી ચુક્યા છો તો તમે હવે વોટરફોલ્સ તરફ જઇ શકો છો. અહીં રાંચી અને ઝારખંડના કેટલાક સુંદર વોટરફોલ્સ અંગે જણાવાયુ છે. તમે તેને એકવાર જોશો તો તેના પ્રેમમાં પડી જશો.

દશમ વોટરફોલ્સ
આ વોટરફોલ્સ તૈમારા નામના એક નાનકડા ગામમાં આવેલો છે. દશમ ફોલ્સ કાંચી નદીથી 144 ફુટની ઉંચાઇ પર વહે છે. તેનો નજારો અત્યંત શાનદાર હોય છે. અહીં જવાનો બેસ્ટ ટાઇમ જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે માનવામાં આવે છે. અહીં તમે ઘણી એડવેન્ચરસ એક્ટીવીટીઝ પમ કરી શકો છો. જોકે આ દરમિયાન થોડુ સતર્ક પણ રહેવું પડે છે. રાંચીથી આ વોટરફોલ લગભગ 45 કિમી દુર છે.

જોન્હા વોટરફોલ
ગૌતમધારાના નામથી જાણીતા આ વોટરફોલનું નામ પાસે આવેલા ગામ જોન્હાના નામ પરથી પડ્યુ છે. એવું કહેવાય છે કે અહીં ભગવાન બુધ્ધે સ્નાન કર્યુ હતુ. અહીં એક આશ્રમ અને ભગવાન બુધ્ધનું મંદિર પણ છે. રાંચીથી તે લગભગ 42 કિલોમીટર દુર છે. તેની સુંદરતા તમારા દિલ-દિમાગમાં હંમેશા માટે વસી જશે.

પંચ ઘાઘ વોટરફોલ્સ
પંચઘાઘ પાંચ વોટરફોલ્સનું કોમ્બિનેશન છે. તેથી તેનું નામ પંચ ઘાઘ પડ્યુ છે. બનઇ નદીના તુટવાથી આ વોટરફોલ બન્યો. રાંચીથી પંચઘાઘનું અંતર લગભગ 50 કિમી છે. ફેમિલી અને મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા આ બેસ્ટ જગ્યા છે.

હુંડરુ વોટરફોલ્સ
આ ભારતનો 34મો સૌથી ઉંચો વોટરફોલ છે. સ્વર્ણરેખા નદી અહીં 98મીટર (લગભગ 322 ફુટ)ની ઉંચાઇ પરથી પડે છે અને જે અદ્ભુત નજારો રચાય છે તેને જોતા અહીં બેસી રહેવાનું જ મન થયા કરે. આ વોટરફોલ રાંચીથી લગભગ 49 કીમી દુર છે.

હિરની વોટરફોલ્સ
આ વોટરફોલ્સની આસપાસનો વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. એવું કહેવાય છે કે આ વોટરફોલનું નામ હિરની એટલે પડ્યુ કેમકે અહીંના જંગલોમાં ઘણા હરણ આવે છે. વોટરફોલની એક સાઇડ વોક વે છે અને બીજી સાઇડ હિલની ટોપ પર લઇ જાય છે. તેનું અંતર રાંચીથી 70 કિમી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Travel Waterfall lifestyle ઝારખંડ રાંચી Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ