બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Fake currency notes found in various banks in Ahmedabad

સાવધાન / BIG NEWS: અમદાવાદની 13 બૅન્કોમાંથી મળી લાખોની નકલી નોટ, 10થી લઈને 2000 સુધીની નોટો પકડાઈ

Kiran

Last Updated: 01:08 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદી 13 જેટલી જુદી જુદી બેન્કોમાંથી નકલી નોટો મળતી ખળભળાટ મચી ગયો છે, જેને લઈને હવે ક્રાઈમ બ્રાન્ચ પણ હરકતમાં આવી છે.

  • શહેરમાં 13 જેટલી બેંકોમાંથી નકલી નોટો મળી
  • અમદાવાદની બેંકોમાંથી મળી નકલી ચલણી નોટો
  • દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું

અમદાવાદી 13 જેટલી જુદી જુદી બેન્કોમાંથી નકલી નોટો મળતી ખળભળાટ મચી ગયો છે.. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી છે.. મોટા પાયે દેશ અને રાજ્યને આર્થિક નુકસાન પહોંચાડવાના કાવતરા સાથે આ નોટો બેન્કમાં ઘૂસાડવામાં આવી હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

અમદાવાદની બેંકોમાંથી મળી નકલી ચલણી નોટો

મહત્વનું છે કે કોરોના કાળમાં પણ લોકડાઉન દરમિયાન વિવિધ બેન્કોમાં નકલી નોટો મળી હોવાનું સામે આવ્યું હતું..ત્યારે વધુ એકવાર 1562 જેટલી નકલી નોટો મળી છે જેમાં 10, 20, 100, 200 લઈને 2000 રૂપિયા સુધીનો નોટોનો સમાવેશ થાય છે.. જે નકલી નોટો મળી છે તેની કુલ કિંમત 5.612 લાખની થવા જઈ રહી છે. બજારો બાદ હવે બેન્કમાં પણ નકલી નોટો આવી રહી છે ત્યારે સવાલ થાય છે કે જો બેન્કોમાં આટલી બધી ડુપ્લિકેટ ચલણી નોટો આવી જતી હોય તો સામાન્ય માણસના ખિસ્સામાં પણ જઇ શકે છે. હવે ચોક્સાઈ અને સાવધાન એક રસ્તો છે કોઈ પણ વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરતા પહેલા ચલણી નોટો અંગે તપાસ કરી લેવી જોઈએ 

દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું

ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે નકલી નોટો અને ડુપ્લિકેટ નોટો અંગેના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધા છે કેટલાક કિસ્સાઓમાં ગુનેગારે પોલીસ પકડમાં આવી જાય છે જ્યારે મોટા ભાગના કેસમાં ગુનો ભેદ ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા મળતી હોય છે, નોટો બંધી સમયે નકલી નોટો બજારમાં ફરતી થઈ હતી અને લોકડાઉનમાં પણ નકલી નોટો મળવાનો મામલો સામે આવ્યો હતો..હવે આટલી મોટી માત્રમાં ડુપ્લિકેટ નોટો બેન્કોમાંથી મળી છે ત્યારે સમગ્ર મામલે એસઓજી ક્રાઈમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ