બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Exposing the prostitution, liquor scandal going on in the guesthouse in Patan, the alert customer took the video and showed everything, the police are dumbfounded.

હપ્તારાજ / પાટણમાં ગેસ્ટહાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપાર,દારૂકાંડનો પર્દાફાશ, જાગૃત ગ્રાહકે વીડિયો ઉતારી બધુ બતાવ્યું, પોલીસ મૂંગી મરી

Vishal Khamar

Last Updated: 07:45 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં અનેક ગેસ્ટહાઉસમાં ગોરખધંધો ચાલી રહ્યા છે. જેને લઈને જાગૃત નાગરિકે ગોરખ ધંધાનો ખુલાસો કર્યો છે. ત્યારે ગેસ્ટ હાઈસમાં ચાલી રહેલ દેહવ્યાપારનો પર્દાફાશ થતા હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાગૃત નાગરિક દ્વારા પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો છે. તેમજ જાગૃત નાગરિકે પાટણ એસપીને પણ તમામ વીડિયો મોકલ્યા છે.

  • પાટણમાં અનેક ગેસ્ટહાઉસમાં ચાલી રહ્યો છે ગોરખધંધો
  • જાગૃત નાગરિકે ગેરકાયદે ધંધાનો કર્યો ખુલાસો
  • ગેસ્ટહાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારનો પર્દાફાશ

પાટણમાં અનેક ગેસ્ટહાઉસમાં ગોરખધંધો ચાલી રહ્યા છે. જેને લઈને જાગૃત નાગરિકે ગોરખ ધંધાનો ખુલાસો કર્યો છે. ત્યારે ગેસ્ટ હાઈસમાં ચાલી રહેલ દેહવ્યાપારનો પર્દાફાશ થતા હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાગૃત નાગરિક દ્વારા પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો છે. તેમજ જાગૃત નાગરિકે પાટણ એસપીને પણ તમામ વીડિયો  મોકલ્યા છે. 

મહિલાઓ પાસે 1 હજારથી 1500 માં દેહ વ્યાપાર કરાવવામાં આવે છે

તેમજ ગેસ્ટ હાઉસમાં દારૂની સુવિધા પણ ઉબલબ્ધ હોવાની સંચાલક વીડિયોમાં વાત કરી રહ્યો છે. તેમજ હોટલ સંચાલક પાટણ પોલીસને હપ્તો પણ આપતો હોવાો ઉલ્લેખ કર્યો છે. ત્યારે પાટણ શહેરમાં આવેલા બંધન, કેસરી, બંસી ગેસ્ટહાઉસમાં ગોરખધંધા ચાલી રહ્યા છે. ત્યારે પોલીસની રહેમનજર હેઠળ દેહવ્યાપાર ચાલતો હોવાનો વીડિયોમાં ખુલાસો પણ કરવામાં આવ્યો છે. ગાંધીનાં ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ગેસ્ટહાઉસમાં દારૂ પણ પીરસવામાં આવે છે. તેમજ 1 હજારથી 1500 રૂપિયામાં મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો ઉલ્લેખ પણ વીડિયોમાં કરવામાં આવ્યો છે. 

વાયરલ વીડિયોમાં પોલીસને ભરણ આપતો હોવાની હોટલ સંચાલકની કબુલાત
જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરેલ વીડિયોમાં હોટલ સંચાલક પોલીસમાં ભરણ આપતો હોવાનો સ્પષ્ટ વીડિયોમાં ઉલ્લેખ કરે છે. તેમજ ખુલ્લેઆમ હોટલમાં દેહવિક્રયનો ધંધો ચલાવતો હોવાનું પણ હોટલ સંચાલક કબુલાત કરી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલી બંધન, કેસરી તેમજ બંસી ગેસ્ટહાઉસમાં આ ગોરખધંધાનો પર્દાફાશ થવા પામ્યો છે. ત્યારે વાયરલ થયેલ વીડિયોમાં હોટલ સંચાલક પોલીસને ભરણ આપતો હોવાનું સ્પષ્ટ કબુલાત કરી રહ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ