બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ex-MLA of Valsad BJP fatally attacked

વલસાડ / ભાજપના પૂર્વ MLA પર જીવલેણ હુમલો, હિતશત્રુઓએ માથું ફોડી નાખ્યું, DySP સહિતનો કાફલો દોડતો થયો

Kishor

Last Updated: 06:19 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના પૂર્વ MLA મધુ રાઉત પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામા મધુ રાઉતને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી છે.

  • કપરાડાના ભાજપના માજી ધારાસભ્ય માધુ રાઉત પર જીવલેણ હુમલો
  • વળવત ગામની આશ્રમ શાળામા કરાયો હુમલો
  • મધુ રાઉતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી

વલસાડ જિલ્લાના કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઊત પર જીવલેણ હુમલાની ઘટના પ્રકાસમાં આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા મધુભાઈ રાઊત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને લોહીલુહાણ હાલતમાં ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોકે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. 

પૂર્વ MLA મધુ રાઉત પર જીવલેણ હુમલો

વલસાડના કપરાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા માધુભાઈ રાઉત પોતાના વરવટ આશ્રમશાળા પર બેઠા હતા. આ દરમિયાન એકાએક પાછળથી આવેલા અજાણ્યાં શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ માથાના ભાગે ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી.આથી તેઓને તાબડતોબ ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે મામલે જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માધુભાઈ રાઉતે તેમની  સંસ્થાઓને લઈ ચાલતા કેટલાક વિવાદને કારણે કોઈ હિત શત્રુઓએ આ હુમલો  કર્યો હોવાનો આક્ષેપ લાગવ્યો હતો.બાદમાં ઇજાગ્રસ્ત રાઉતે પોલીસ ફરિયાદ દાખલ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  


DySP સહિતના પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી

જોકે હજુ સુધી માધુભાઈ રાઉત પર કોણે હુમલો કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ માધુભાઈ પોતે કેટલીક શૈક્ષણિક અને અન્ય સામાજિક સંસ્થાઓ ચલાવે છે એને લઈને કેટલાક લોકો સાથે પણ અણબનાવ અને વિવાદ ચાલતો આવે છે. જેનો ખાર રાખી આ પ્રકારનો હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે જેને લઈને હવે વલસાડ પોલીસના DySP સહિતના પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ