બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Even the joy of the people in the Jamnagar fair, the controversy going on inside is shocking

કાર્યવાહી / જામનગરના મેળામાં લોકોનો આનંદ પણ અંદરખાને ચાલી રહેલો વિવાદ ચોંકાવનારો: શું કરી રહ્યું છે તંત્ર?

Vishal Khamar

Last Updated: 08:58 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં શ્રાવણી મેળામાં 58 પ્લોટનાં વીજ કનેક્શન કપાતા વિવાદ સર્જાયો છે. જેમાં 33 પ્લોટ ધારકોને નોટીસ ફટકારી રૂપિયા 13.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  • જામનગરમાં શ્રાવણી મેળામાં વિવાદ 
  • મેળાના 58 પ્લોટમાંથી 33 પ્લોટના વીજ કનેક્શન કપાતા વિવાદ 
  • 33 પ્લોટ ધારકોને રૂપિયા 13.50 લાખનો ફટકારાયો દંડ 

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ત્યારે જામનગરમાં શ્રાવણી મેળામાં વિવાદ ઉભો થયો છે. મેળામાં 58 પ્લોટમાંથી 33 પ્લોટનાં વીજ કનેક્શન કપાતા વિવાદ સર્જાયો છે. જેમાં 33 પ્લોટને નોટીસ ફટકારી વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. તેમજ પ્લોટ ધારકોને 13.50 લાખનો દંડ ફટકારાયો છે. 58 પ્લોટ ધારકમાંથી માત્ર 8 પ્લોટ ધારકોએ ફાયર સેફ્ટીની મંજૂરી મેળવી છે. ત્યારે એકપણ રાઈડ્સ ધારકો પાસેથી પણ કોઈ દંડ વસુલવામાં આવ્યો નથી. તેમજ એક પણ રાઈડ પર ભાવ પણ ન લગાવવામાં આવતા દંડ ફટકારાયો હતો.  જેથી રાઈડ ધારકો મનફાવે એવા ભાવ પણ વસૂલે છે. હવે જોવાનું એ છે કે વિવાદનો મેળો ક્યારે પૂરો થશે.

અમુક પ્રશ્નોને હલ કરવા ચાર ફાયર ઓફિસરોની ટીમ બનાવી છેઃ ફાયર અધિકારી
આ બાબતે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે,  જે શ્રાવણ મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. તેનું આયોજન જામનગર મહાનગર પાલિકા દ્વારા જ આયોજન કરવામાં આવેલું છે. તેમજ તેમાં રાઉન્ડ અ ક્લોક ફાયરની બે ગાડીઓ સ્ટાફ તેમજ ઓફિસર સાથે રાઉન્ડ ક્લોક છે.  તે ઉપરાંત જે બીજા કંઈ રાઈડ્સ છે તેઓને પરફોમન્સ લાયસન્સની જરૂર હોય છે. જે માટે કલેક્ટર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે. જેમાં ફાયર ઓફિસર, પીજીવીસીએલ,  મીકેનીકલ વિભાગ સાથે સંયુક્ત આ લોકોને તપાસીને રિપોર્ટ રજૂ કરતા હોય છે. એ પણ કરવામાં આવેલ છે તે ઉપરાંત અમારા ઓફિસર દ્વારા કલેક્ટરમાંથી જે અરજીઓ આવી છે તે મુજબ એનઓસી પણ અત્રેથી ઈશ્યું કરવામાં આવી છે.  જેમાં અમુક પ્રશ્નો ધ્યાને આવ્યા છે હાલમાં જેને હલ કરવા માટે અને એક ચાર ફાયર ઓફિસરોની કમિટી બનાવી છે. જે ટીમ રોજે રોજ મેળાની જગ્યાએ મુલાકાત લેશે તેમજ જે કંઈ પણ ત્યાં તકલીફ હશે તે દૂર કરવાનો અમે પ્રયત્ન કરશું.

ફાયર અધિકારી

ફાળવણી કરાયેલ પ્લોટની જગ્યા કરતા વધારે જગ્યાનો ઉપયોગ કરાતો હતોઃ મુકેશ વરણવા
જામનગર મહાનગર પાલિકાનાં એસ્ટેટ વિભાગનાં અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગર પાલિકા દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયાથી શ્રાવણી મેળા માટે ટેન્ડરીંગ પદ્ધતિથી 58 જેટલા પ્લોટનું ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. અને જે સૌથી ઉંચા ભાવ આવ્યા હતા. તે લોકોને પ્લોટની ફાળવણી કરાઈ હતી. તેમજ તમામ પ્લોટની સાઈઝ ફીક્સ હોય છે. જ્યારે ફરીથી માપતા પ્લોટ જે સાઈઝ કરતા આપવામાં આવ્યો હતો. તેનાથી વધુ ઉપયોગ કરતા હતા.  જેના માટે શુક્રવારે સાંજે તમામ લોકોને પૈસા ભરવા માટે નોટીસ આપવામાં આવી હતી.  તેઓ દ્વારા કોઈ પણ જાતનાં પૈસા ન ભરતા આજ સવારે 33 જેટલા પ્લોટ ધારકોનાં પીજીવીસીએલને જાણ કરીને ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ