ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:59 PM, 13 May 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું પરિણામો પરથી લાગી રહ્યું છે. ચૂંટણી બાદ આજે વિધાનસભાની બેઠકોનું પરિણામ આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ બહુમતી તરફ આગળ હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકમાં સરકાર હોવા છતાં પણ બીજેપી હારી રહી છે છતાં જનતાની નજરમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. કારણ કે ભાજપની હાર છતાં પોતાના મતની ટકાવારીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી.
#WATCH आज जो कांग्रेस की निर्णायक जीत है वह पीएम मोदी की निर्णायक हार है। प्रधानमंत्री के अलावा प्रचार में और किसी का चेहरा नहीं दिखा। नड्डा जी ने कहा कि अगर आप कांग्रेस को वोट देंगे तो पीएम का आशीर्वाद नहीं मिलेगा। पीएम खुद डबल इंजन की बात करते रहे, जिसे जनता ने नकार दिया:… pic.twitter.com/qjlxKIMcx1
— ANI_HindiNews (@AHindinews) May 13, 2023
ADVERTISEMENT
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પર નજર કરીએ તો 2023 ના ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના મતની ટકાવારી 35.7 ટકા છે. જ્યારે પાંચ વર્ષ અગાઉ એટલે કે 2018 માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મત 36.2 ટકા રહ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ભાજપે માત્ર એક ટકા જેટલા મત ગુમાવ્યા છે જે નહિવત ગણાય છે.
ADVERTISEMENT

કોંગ્રેસ 136 સીટ પર વિજય વિશ્વાસ સાથે આગળ
તો વિજય તરફ આગળ વધતી કોંગ્રેસના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતની ટકાવારી પર નજર કરીએ તો મતની ટકાવારીમાં કોંગ્રેસને જબરો ફાયદો થયો છે. 2018માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મતની ટકાવારી ભાજપ કરતા બે ટકા વધારે હતી. એટલે કે 38.4 હતી જે આ વર્ષે પાંચ ટકા વધીને 43.1 ટકા થઈ ગઈ છે. બીજી તરફ સીટોમાં પણ મોટાપાયે ફાયદો થયો છે અને 2018માં કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 221 સીટો પર ચૂંટણી લડી હતી આ દરમિયાન તેના ખાતામાં માત્ર 78 સીટો જ આવી હતી જ્યારે આ વર્ષે કોંગ્રેસ 136 સીટ પર વિજય વિશ્વાસ સાથે આગળ ચાલી રહી છે.
ADVERTISEMENT
કર્ણાટકમાં કોંગ્રેસ જ કિંગ! પ્રચંડ બહુમત સાથે બનાવશે સરકાર #karnataka #karnatakaassemblyelectionresult2023 #karnatakaelections2023 #karnatakaassemblyelection2023 #electionresults #vtvcard #vtvgujarati pic.twitter.com/eUIrQKLQmd
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2023
ADVERTISEMENT
2023ની ચૂંટણીમાં પક્ષના મતની ટકાવારી
ADVERTISEMENT
જીડીએસ ફક્ત 21 બેઠકો સમેટાઈ
2023 માં જેડીએસના ખાતામાં બેઠકો પણ ઓછી થઈ છે અને મતની ટકાવારીમાં મોટો કડાકો નોંધાયો છે. 7 ટકાના ઘટાડા સાથે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 2018માં જેડીએસએ 200 બેઠકમાંથી 27 બેઠક જીતી હતી. જેની ટકાવારી 20.61 હતી જ્યારે આ વખતે જીડીએસ ફક્ત 21 બેઠકો સમેટાઈ છે અને મત 13.3 ટકા જ થયા છે.
#WATCH | Congress wins 103 seats and leads on 33 more as the counting continues. BJP wins 50 and leads on 14 others as counting continues.
— ANI (@ANI) May 13, 2023
Congress has secured 43.11% of the total vote share so far. #KarnatakaElectionResults2023 pic.twitter.com/KSk4jfqxes
2018 ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પક્ષના મતની ટકાવારી
ફરી સતાપર આવવા ભાજપે અનેક વચનો આપ્યા અને ખૂબ મહેનત કરી હતી છતાં વિવિધ ચૂંટણીના વચનો અને સત્તા હોવા છતાં ભાજપ તેના મતની ટકાવારીમા ખાસ વધારો કરી શક્યો નથી. સામે પક્ષે મતની ટકાવારીમાં મોટું નુકસાન પણ થયું નથી પરંતુ સીટો મોટે પાયે ખોવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ