બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / epfo what is employee deposit linked insurance scheme know complete details here

તમારા કામનું / શું તમારે પણ છે PF એકાઉન્ટ? તો મળશે 7 લાખ સુધીની સુવિધા, જુઓ કઇ રીતે

Manisha Jogi

Last Updated: 02:35 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PF એકાઉન્ટમાં જે પૈસા જમા થાય તે પૈસાથી નિવૃત્તિ પછીનું જીવન આર્થિક રૂપે સુરક્ષિત થાય છે. જો તમારું પણ PF એકાઉન્ટ હોય તો અમે તમને EPFO દ્વારા આપવામાં આવતી એક શાનદાર સુવિધા વિશે જણાવી રહ્યા છીએ.

  • નોકરિયાત વ્યક્તિઓનું પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ છે
  • EPFOની એક શાનદાર સુવિધા વિશે જણાવી રહ્યા છીએ
  • લાખ રૂપિયાની વિશેષ સુવિધા આપવામાં આવે છે

ભારતમાં અનેક નોકરિયાત વ્યક્તિઓનું પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ છે. પગારનો કેટલોક ભાગ PF એકાઉન્ટમાં જમા થાય છે. PF એકાઉન્ટમાં જે પૈસા જમા થાય તે પૈસાથી નિવૃત્તિ પછીનું જીવન આર્થિક રૂપે સુરક્ષિત થાય છે. જો તમારું પણ PF એકાઉન્ટ હોય તો અમે તમને EPFO દ્વારા આપવામાં આવતી એક શાનદાર સુવિધા વિશે જણાવી રહ્યા છીએ. આ સુવિધા અંતર્ગત EPFO ખાતાધારકને 7 લાખ રૂપિયાની વિશેષ સુવિધા આપવામાં આવે છે. EPFO એમપ્લોયી લિંક્ડ સ્કીમ અંતર્ગત 7 લાખ રૂપિયાની વિશેષ સુવિધા આપવામાં આવે છે, જે 7 લાખ રૂપિયાનો ડેથ ઈન્શ્યોરન્સ કવર છે. આ સુવિધા સંપૂર્ણપણે મફત છે. જેમાં અલગથી કોઈ પૈસા આપવાની જરૂર નથી. 

  • એમપ્લોયી લિંક્ડ સ્કીમ અંતર્ગત PF ખાતાધારકનું કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તે પૈસા નોમિનીને આપવામાં આવે છે. 
  • એમપ્લોયી લિંક્ડ સ્કીમ હેઠળ 2 લાખ રૂપિયાના હપ્તાની ચૂકવણી કરવામાં આવે છે અને વધુમાં વધુ 7 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. 
  • PF ખાતાધારકે કોઈ નોમિની રજિસ્ટર ના કર્યો હોય તો, કર્મચારીના જીવનસાથી અથવા દીકરા દીકરીને તે રકમ આપવામાં આવે છે. 
  • એમપ્લોયી લિંક્ડ સ્કીમમાં રજિસ્ટર કરવા માટે અલગથી અરજી કરવાની જરૂર નથી. EPFOના સભ્ય આપમેળે સ્કીમમાં રજિસ્ટર થઈ જાય છે. આ સ્કીમ ક્લેઈમ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ