બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Eat these 5 fruits regularly in the summer, the body will also be cool from inside

હેલ્થ ટિપ્સ / ગરમીની ઋતુમાં અચૂકથી ખાવા આ 5 ફ્રૂટ્સ, શરીર પણ અંદરથી રહેશે ઠંડુ, બીમારીઓથી પણ મળશે છૂટકારો

Megha

Last Updated: 08:57 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fruits For Summer: ઉનાળામાં મોસમી ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવે છે, ચાલો જાણીએ કે આ સિઝનમાં કયા ફળોનું વધુ સેવન કરવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.

  • ઉનાળાની ઋતુમાં અપચો અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ વધી જાય
  • ઉનાળામાં મોસમી ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવે
  • મોસમી ફળોમાં ફાઈબર સારી માત્રામાં હોય છે

Fruits For Summer: ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આકરા તડકા અને ભેજને એમ જ ગરમીના કારણે લોકોનો હાલ બેહાલ થઈ હતો હોય છે. નોંધનીય છે કે ઉનાળાની ઋતુમાં અપચો અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ વધી જાય છે અને એટલા માટે ક આ સિઝનમાં વધુને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ઉનાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવાની પણ જરૂર છે જેથી મોસમી રોગોથી બચી શકાય. જો કે એટલા માટે જ ઉનાળામાં મોસમી ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. ઉનાળાના મોસમી ફળોમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. ચાલો જાણીએ કે આ સિઝનમાં કયા ફળોનું વધુ સેવન કરવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

1. સંતરાઃ
હેલ્થ એક્સપર્ટસ અનુસાર ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં સંતરા ખાવા જોઈએ. સંતરામાં હાજર બીટા કેરોટીન અને વિટામિન-સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સાથે જ તેમાં સારી માત્રામાં ફાઈબર, વિટામિન-બી અને ફોલેટ પણ જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં આ ફળની માંગ ઝડપથી વધી જાય છે.

2.લીચી: 
સામાન્ય રીતે આ ફળ દરેક ઋતુમાં ખાવા જોઈએ પણ ઉનાળાની ઋતુમાં તેનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. આ ફળમાં વિટામિન બી અને સીની સાથે કોપર અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

3. જાંબુ: 
ઉનાળામાં જાંબુ ખાસ ખાવા જોઈએ. આ ફળમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે ઉનાળામાં થતી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. જાંબુમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન સી અને પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ પણ હોય છે.

4. તરબૂચ: 
તરબૂચ ઉનાળાની ઋતુમાં ખાવામાં આવતું મુખ્ય ફળ છે તરબૂચમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ ફળ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

5. અનાનસ: 
અનાનસમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે આ સાથે જ તે પ્રોટીન અને ચરબીના પાચનમાં પણ ખૂબ મદદરૂપ છે. તેમાં હાજર ફાઈબર પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતથી બચાવે છે. એટલા માટે ઉનાળામાં પણ અનાનસનું સેવન કરવું જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ