બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Due to the increase in heart attack cases in Rajkot, a special ward was prepared in the civil hospital during Navratri

રાજકોટ / હાર્ટઍટેકના વધતાં કેસ પર સિવિલ હોસ્પિટલ સતર્ક: નવરાત્રી માટે લેવાયો ખાસ નિર્ણય, ખાસ વૉર્ડ તૈયાર, અડધી રાતે પણ મળશે સારવાર

Dinesh

Last Updated: 04:16 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલમાં નવરાત્રીના સમય દરમ્યાન હાર્ટ એટેકના દર્દીઓ માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે

 

  • હાર્ટ એટેકના બનાવને લઇ રાજકોટમાં આરોગ્ય વિભાગ સતર્ક
  • હાર્ટ એટેકને લઇ સિવિલ સુપ્રિટેન્ડન્ટએ લીધો નિર્ણય
  • રાત્રીના સમયે પણ ડૉક્ટર્સ અને ટીમ રહેશે વોર્ડમાં હાજર 

રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ સતર્ક થઈ છે. નવરાત્રી દરમિયાન સિવિલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટએ પ્રજાહિત કારી નિર્ણય લીધો છે. નવરાત્રીના સમય દરમિયાન રાત્રીના સમય પણ ડોક્ટર્સ અને તેમની ટીમો વોર્ડમાં હાજર જોવા મળશે. દવા, ઈજેકશન સહિતની સારવાર મળી રહે તેવી પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

50 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો
હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાને લઈ રાજકોટ સિવિલમાં 50 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં 20 બેડ મહિલાઓ માટે, 20 બેડ પુરુષો માટે તૈયાર કરવામાં આવ્યા છે. વોર્ડમાં 10 બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા છે. 

હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શું કરવુ જોઈએ?
હોસ્પિટલ લઇ જવામાં સમય થઇ શકે છે, એવામાં પહેલા પોતાના લેવલ પર પ્રારંભિક સારવાર આપવાનુ શરૂ કરી દો. પીડિત સી પી આર આપવાનું શરૂ કરો એટલે કે દર્દીની છાતીની બિલ્કુલ વચ્ચે વજન આપીને ધક્કો મારો. સેન્ટર પોઈન્ટને પ્રેસ કરવાથી શ્વાસ અટકી જાય છે. દર્દીને ભાનમાં લાવવા માટે 1 મિનિટમાં 100-120 વખત ધક્કો આપતા રહો. પરંતુ ધ્યાન રાખો કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાના પ્રયાસ કરો. આ પ્રોસેસને સીપીઆર કહેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાને સમય પહેલા અપનાવવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે.

હાર્ટ અટેક પાછળના કારણો
તણાવપૂર્ણ લાઇફ સ્ટાઇલ
તંબાકૂનું સેવન
રેગ્યુલર ચેકઅપ ન કરાવવું
અનિયમિત ઉંઘ
 કસરતનો અભાવ  
બિમારીઓનું રેગ્યુલર ચેક અપ ન કરાવવુ

જીમમાં એક્સર્સાઇઝ કરતી વેળાએ આટલું ધ્યાનમાં રાખજો, નહીં આવે ક્યારેય હાર્ટ  એટેક | Keep this in mind while exercising in the gym, you will never get a heart  attack

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો
છાતીમાં દુખાવો અથવા બેચેની
શ્વાસની સમસ્યા
ડાબા જડબામાં દુખાવો
ઉબકા

હાર્ટ એટેકથી બચવા શિયાળાની ઋતુમાં અપનાવો આ 6 ટિપ્સ, રહેશો હંમેશા સ્વસ્થ અને  હેલ્ધી | Follow these 6 tips in the season of winter to avoid heart attack  stay fit and healthy

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

સ્ત્રીઓને પીઠ ગરદન અથવા જડબામાં દુખાવો
હાર્ટબર્ન
ચક્કર, 
ઉબકા
શ્વાસની તકલીફ અને પરસેવો

હાર્ટના દર્દીએ કઈ-કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ?
હાર્ટની સમસ્યાનુ સૌથી મોટુ કારણ ખરાબ ભોજન અને બેકાર જીવનશૈલી છે. હાર્ટ એટેકના દર્દીનુ ખાન-પાન આરોગ્યપ્રદ રહેવુ જરૂરી છે. કોઈ પણ એવુ ફૂડ જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનુ જોખમ છે, તેને બિલ્કુલ નજરઅંદાજ કરવુ જોઈએ. જેમ કે તળેલુ ભોજન, મસાલાવાળુ ભોજન, ફાસ્ટ ફૂડ, ફેટી ભોજન, દારૂ અને ધુમ્રપાન આ ઉપરાંત લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડનુ પણ સેવન ના કરવુ જોઈએ. 

હાર્ટ અટેકથી બચવાના ઉપાયો
જંગ ફૂડથી દૂર રહેવુ
કોલેસ્ટ્રોલવાળા ફૂડથી દૂર રહેવુ
નિયમિત અને સંતુલિત આહાર લેવો
મલ્ટિગ્રેન ડાયટ ફોલો કરવુ
બિમારીઓનું રેગ્યુલર ચેકઅપ કરાવવુ
ધ્રુમપાન છોડવુ
નિયમિત કસરત કરવી
બ્લડ પ્રેસર અને સુગર લેવલ તપાસવુ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ