બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Don't overlook these 5 symptoms by mistake: you might have heart disease

હેલ્થ કેર / જો-જો આ 5 લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ કરતા! નહીં તો આવી શકે છે હાર્ટ એટેક, જાણો

Pooja Khunti

Last Updated: 08:56 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Signs you might have heart disease: આજકાલ હાર્ટ અટેકનાં મામલા ખૂબજ વધી રહ્યા છે. જેમા 30-35 વર્ષની ઉંમરનાં લોકો જીવ ગુમાવી રહ્યા છે.

  • છાતીમાં દુ:ખાવો થવો સામાન્ય લક્ષણ છે
  • હાર્ટ અટેક આવતા પહેલા શરીરની ડાબી બાજુએ દુ:ખાવો થવાં લાગે છે
  • ઠંડો પરસેવો થવો એ હાર્ટ અટેકનું સંકેત છે

હ્રદય સંબંધિત રોગ થવાનાં ઘણા કારણો હોય શકે. જેમકે ખરાબ જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ગરમ મસાલેદાર ભોજન, પ્રોસેસ્ટ ફૂડ, જંક ફૂડ વગેરેનું સેવન કરવાથી હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ લેવલ, સ્થૂળતા વગેરે જેવી સમસ્યાઓ વધી જાય છે. અમુક એવા સંકેતો છે જેનાંથી તમને જાણ થશે કે તમને હ્રદય સંબંધી કોઈ બીમારી છે કે નહીં. જાણીએ હાર્ટ અટેક અને હ્રદય રોગનાં લક્ષણો વિશે. 

છાતીનો દુ:ખાવો 
છાતીમાં દુ:ખાવો થવો સામાન્ય લક્ષણ છે. જે જણાવે છે કે તમને હ્રદય સંબંધિત કોઈ સમસ્યા છે. જો તમારા હ્રદયની ધમણીઓ બ્લોક હશે અથવા જો તમને હાર્ટ અટેક આવવાનો હશે, તો તમને છાતીમાં દુ:ખાવો થશે. આ લક્ષણને ભૂલથી પણ નજરઅંદાજ ન કરશો. 

ઉલ્ટી 
હાર્ટ અટેક આવતાં પહેલા ઉલ્ટી, છાતીમાં દુ:ખાવો, અપચ, છાતીમાં બળતરા, પેટમાં દુ:ખાવો જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે.  જરૂરી નથી કે આ લક્ષણો દેખાય તો જ તમને હાર્ટ અટેક આવશે અથવા હ્રદય રોગ હશે. જો તમને આ લક્ષણો વારંવાર દેખાય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આ લક્ષણો પુરુષો કરતા સ્ત્રીઓનામાં  વધુ જોવા મળે છે. 

હાથમાં દુ:ખાવો થવો 
ઘણી વાર હાર્ટ અટેક આવતા પહેલા શરીરની ડાબી બાજુએ દુ:ખાવો થવાં લાગે છે. જો તમને છાતીથી લઈને ડાબા હાથ સુધી દુ:ખાવો થતો હોય તો તમારે જરૂર ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

ગળા અથવા જળબામાં દુ:ખાવો 
ગળા અથવા જળબામાં દુ:ખાવો થતો હોય તો જરૂરી નથી કે તમને હ્રદય લગતી કોઈ સમસ્યા છે. તેના કોઈ અન્ય કારણો પણ હોઇ શકે.  ક્યારેક સ્નાયુ સંબંધિત સમસ્યા, કફ-શરદી અથવા સાઇનસનાં કારણે પણ ગળામાં દુ:ખાવો થાય છે. જો તમને છાતીમાં દુ:ખાવો થતો હોય અને તે ગળા સુધી પહોંચી જાય તો તમને હાર્ટ અટેક આવવાની સંભાવનાઓ છે. એવામાં જરૂર ડોક્ટરની મુલાકાત લેવી. 

પરસેવો થવો 
શિયાળાની ઋતુમાં જો તમને વધુ પરસેવો થતો હોય તો આ વાતને નજરઅંદાજ કરશો નહીં. ઠંડો પરસેવો થવો એ હાર્ટ અટેકનું સંકેત છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ