બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Donate kalash, umbrella, shoe, fan, food, Dharmaraja will be happy, there will be no untimely death

બુદ્ધ પૂર્ણિમા / કળશ, છત્રી, જૂતા, પંખા, પકવાનનું કરો દાન, ધર્મરાજા રહેશે પ્રસન્ન, નહીં થાય અકાળે મોત, જાણો કેવી રીતે કરવી પૂજા

Hiralal

Last Updated: 10:08 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે ભગવાન બુદ્ધને સમર્પિત બુદ્ધપૂર્ણિમાનો તહેવાર છે આ દિવસે પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.

  • શુક્રવારે બુદ્ધપૂર્ણિમાનો તહેવાર
  • ભગવાન બુદ્ધનું આ દિવસે થયું હતું મહાનિર્વાણ
  • આ તહેવાર બધાને શાંતિનો સંદેશ આપે છે
  •  પીપળાના ઝાડ પર સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે

ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો, આ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. સાથે જ ઈતિહાસકારોનું માનવું છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ.પૂ. 563-483માં થયો હતો. તેમનો જન્મ લુમ્બિનીમાં થયો હતો જે હાલમાં નેપાળનો ભાગ છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે કુશીનગરમાં મહાત્મા બુદ્ધે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આવો જાણીએ બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ અને કથા.  

 મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર 
પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરે છે. બૌદ્ધ ધર્મના લોકો આ દિવસને તહેવાર તરીકે ઉજવે છે. પોતાના ધાર્મિક સ્થળો પર બધા લોકો ભેગા થઈને જન પૂજા-અર્ચના કરે છે અને દાન આપે છે. બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મના લોકો બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ આદર સાથે કરે છે. બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર આપણને બુદ્ધના આદર્શો અને ધર્મના માર્ગને અનુસરવાની પ્રેરણા આપે છે. આ તહેવાર બધાને શાંતિનો સંદેશ આપે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસે બોધગયા જાય છે અને પૂજા કરે છે. લોકો બોધિવૃક્ષની પૂજા કરે છે. બોધિ વૃક્ષ પીપળાનું ઝાડ છે અને આ દિવસે તેની પૂજા કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. ઝાડ પર દૂધ અને પરફ્યુમ સાથે મિશ્રિત પાણી ચઢાવવામાં આવે છે. પીપળાના ઝાડ પર સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે.  પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે બોધગયામાં બોધિવૃદ્ધ હેઠળ તેમને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. તે દિવસે વૈશાખ મહિનાની પૂર્ણિમા પણ હતી. 

સમગ્ર વિશ્વભરમાં બુદ્ધપૂર્ણિમાની ઉજવણી 
ભારત સિવાય પણ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી બીજા ઘણા દેશોમાં કરવામાં આવે છે. આ દેશોમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે જે મહાત્મા બુદ્ધના આદર્શોને અનુસરે છે અને તેમને પોતાના ભગવાન માને છે. આ દેશોમાં ચીન, નેપાળ, સિંગાપોર, વિયેતનામ, થાઇલેન્ડ, જાપાન, કમ્બોડિયા, મલેશિયા, શ્રીલંકા, મ્યાનમાર, ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. સાથે જ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં પણ આ અવસર પર મેળો ભરાય છે. જે લોકો બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ રાખે છે તેઓ આ દિવસે પોતાના ઘરને ફૂલોથી સજાવે છે અને દીવા પ્રગટાવે છે.  

બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીના 6 કારણો
1. મહાત્મા બુદ્ધનો જન્મ
2. મહાત્મા બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ
3. મહાત્મા બુદ્ધનું મહાપરિનિર્વાણ
4. ભગવાન વિષ્ણુનો 9મો અવતાર થયો આ દિવસે 
5. સત્યવ્રત પૂર્ણિમાથી લોકો થયા ધનવાન
6. ધર્મરાજની પૂજા કરીને અકાળ મૃત્યુમાંથી મુક્તિ

કેવી રીતે કરવી પૂજા
બુદ્ધિ પૂર્ણિમાના દિવસે તમે પીપળાના ઝાડ પર પાણી સાથે પર્ફ્યૂમ મિશ્રિત કરીને ચઢાવી શકો છો તે ઉપરાંત સરસવના તેલનો દીવો પણ કરી શકો છો. આવું કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.  

શું દાન કરવું
બુદ્ધ પૂર્ણિમાના દિવસે કળશ, છત્રી, પગરખાં, પંખા, સત્તુ, પકવાન વગેરેનું દાન કરવું જોઈએ અને આવું કરવાથી ધર્મરાજ પ્રસન્ન રહે છે અને તે મનુષ્યનું અકાળે  મોત થતું નથી એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ