બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Dogs, the population of Iceland in Ahmedabad, kill 300 people every day

ગજ્જબ / અમદાવાદમાં આઇસલેન્ડની વસ્તી જેટલા કૂતરાં, રોજ 300 લોકો થાય છે લોહીલુહાણ

Mehul

Last Updated: 05:07 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીના દિવસોમાં એકલદોકલ વ્યક્તિ કે ટુ-વ્હીલર ચાલકો માટે ઠેર ઠેર શિકારીની જેમ ટાંપીને બેઠેલાં રખડતાં કૂતરાંથી પીછો છોડાવવો તોબા પોકારાવી રહ્યો છે. અંદાજે રોજ 300 લોકોને બચકાં.

  • અમદાવાદમાં માઝા મુકતા રખડતા કુતરા 
  • વહીવટી તંત્ર રસી-ખસી કરણમાં ઉદાસીન  
  • રોજનાં  300 લોકોને રખડતાં કૂતરાંનાં બચકાં

આપણાં શહેરનો ઓછામાં ઓછો 600 વર્ષ જૂનો ઇતિહાસ છે. વર્ષ 1411 માં અહમદશાહે 'જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા'ની લોકોક્તિ મુજબ અમદાવાદનો પાયો નાખ્યો હતો. તે સમયે અમદાવાદની ધરતીનાં સસલાં ભલે શ્વાન કરતાં વધુ શુરાપુરા બાદશાહને લાગ્યાં હશે, પરંતુ હવે સમય બદલાયો છે. અત્યારે તો અમદાવાદીઓને રખડતાં કૂતરાં રીતસરનાં ગભરાવી રહ્યાં છે. તેમાંય ઠંડીના આ દિવસોમાં એકલદોકલ વ્યક્તિ કે ટુ-વ્હીલર ચાલકો માટે ઠેર ઠેર શિકારીની જેમ ટાંપીને બેઠેલાં રખડતાં કૂતરાંથી પીછો છોડાવવો તોબા પોકારાવી રહ્યો છે. એક અંદાજ મુજબ દરરોજ 300 લોકોને રખડતાં કૂતરાં બચકાં ભરીને લોહીલુહાણ કરે છે.

રખડતા કુતરાઓનો ત્રાસ 

અમદાવાદનો એક પણ વોર્ડ, વોર્ડનો એક પણ વિસ્તાર અનેવિસ્તારના મોટા ભાગના રસ્તાઓ રખડતાં કૂતરાંના બેફામ આતંકથી બાકાત નથી રહ્યા. શહેરમાં અત્ર-તત્ર-સર્વત્ર રખડતાં કૂતરાંની હાજરી જોવા મળે છે. તેમાં પણ હવે તો કોઈ મોટી સોસાયટી કે ફ્લેટમાં પાસે પાસેની ગલીઓમાં પણ રખડતાં કૂતરાં અજાણ્યા આંગતુકને તો ઠીક, પરંતુ સ્થાનિક લોકોને પણ ભયભીત કરી રહ્યા છે. એટલી હદે સોસાયટીઓ-ફ્લેટમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધી ગયો છે. તંત્ર જો સોસાયટી-ફ્લેટમાંથી રખડતાં કૂતરાંને ઉપાડીને તેમના ખસીકરણ-રસીકરણ માટે ઉપાડીને લઈ જાય તો પણ તે કામગીરી સંપન્ન કર્યા બાદ જે તે સોસાયટી-ફ્લેટમાં તેને પાછા છોડાતાં હોઈ રખડતાં કૂતરાંની સંખ્યા જળવાઈ રહે છે. આમ પણ છોડાયેલાં રખડતાં કૂતરાંના ખસીકરણ-રસીકરણની કામગીરી પર પ્રશ્નાર્થ ઊઠે તે રીતે તેમની સંખ્યામાં વધારો થતો પણ સ્થાનિક રહેવાસીઓ નિહાળે છે. આવા સંજોગોમાં આ રહેવાસીઓ તંત્ર પર ફિટકાર પણ વરસાવે છે.

10 ડિસેમ્બર-2021 સુધીમાં માત્ર 17,605 રખડતાં કૂતરાંનું ખસીકરણ

બીજી તરફ જાહેર રસ્તા પરનાં રખડતાં કૂતરાં તો દિન-પ્રતિદિન બેફામ બનતાં જાય છે. આવાં કૂતરાંઓને ઝબ્બે કરીને તેમનું ફરજિયાત ખસીકરણ-રસીકરણ કરવાના મામલે તંત્ર નબળું પુરવાર થયું છે. તંત્ર દ્વારા ગત એપ્રિલ-2021થી 10 ડિસેમ્બર-2021 સુધીમાં માત્ર 17,605 રખડતાં કૂતરાંનું ખસીકરણ કરાયું છે.
તંત્ર દ્વારા મહિના દીઠ કરાયેલાં ખસીકરણની વિગત તપાસતાં તે ખસીકરણની નબળી કામગીરીને સ્પષ્ટપણે દર્શાવે છે. એપ્રિલમાં 1514 કૂતરાં, મેમાં1499 કૂતરાં, જૂનમાં 1,581, જુલાઈમાં 2,288, ઓગસ્ટમાં 1,899, સપ્ટેમ્બરમાં1,931, ઓક્ટોબરમાં 2,614 નવેમ્બરમાં 2,888 અને 1થી 10 ડિસેમ્બરમાં 1,391 કૂતરાંનું ખસીકરણ કરાયું હતું. આમાં સૌથી વધુ નવેમ્બરમાં અને સૌથી ઓછું મેમાં ખસીકરણ થયું હતું તે બાબત પણ આંકડાઓ દર્શાવે છે.


શહેરમાં 3.35 લાખથી વધુ રખડતાં કૂતરાં

અમદાવાદમાં એક અંદાજ પ્રમાણે 3.35 લાખથી વધુ રખડતાં કૂતરાં છે. બીજા અર્થમાં દર 100 અમદાવાદીએ ચાર રખડતાં કૂતરાં શહેરના રસ્તા, સોસાયટી, ફ્લેટ કે પોળમાં ફરી રહ્યાં છે. આ બાબત ચોક્કસપણે આઘાતજનક છે.
વર્ષ 2019-20 માં 36,363 કૂતરાંનું ખસીકરણ કરાયું હતું: વર્ષ 2018-19 માં તંત્રે માત્ર 18,291 રખડતાં કૂતરાંનું ખસીકરણ કર્યું હતું, જે રોજનાં 50 કૂતરાં પણ નહોતાં. જોકે તેને લઈને ભારે ઊહાપોહ થતાં પછીના વર્ષ 2019-20માં બમણાં એટલે કે કુલ 36,363 કૂતરાંનું ખસીકરણ કરાયું હતું. જોકે વર્ષ 2020-21માં કોરોના પ્રકોપથી ફક્ત 21,508 કૂતરાંના ખસીકરણમાં તંત્રને સફળતા મળી હતી.
બોપલ-ઘુમા સહિત નવા વિસ્તારોનાં રખડતાં કૂતરાંની સંખ્યાનો કોઈ અંદાજ નથી: ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં મ્યુનિ. તંત્રની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં અગાઉ શહેરની હદમાં બોપલ-ઘુમા, કઠવાડા અને ચિલોડા જેવા વિસ્તારોને ભેળવી દેવાયા હતા. જોકે આ નવા વિસ્તારોમાં રખડતાં કૂતરાંની કુલ અંદાજિત સંખ્યા કેટલી છે તેની તંત્રને પણ ખબર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ