બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Health / Do you know sleep habits be genetic?

સ્વાસ્થ્ય / શું તમે જાણો છો? ઉંઘ સાથે જોડાયેલી આદતો જિનેટીક હોઇ શકે છે?

Juhi

Last Updated: 05:59 PM, 17 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો? ઉંઘ સાથે જોડાયેલી આદતો જિનેટીક હોઇ શકે છે? છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની જીવનશૈલી ઝડપથી બદલાઇ રહી છે. જેની અસર તેમની ઉંઘની રીત પર પણ પડી છે.

મોડે સુધી પાર્ટી કરનારા કે કામ કરનારા લોકોને સવારે વહેલા ઉઠવામાં પરેશાની થાય છે તો બીજી તરફ એવા પણ લોકો છે જે રાત્રે ભલે ગમે તેટલા મોડા સુવે તેઓ સવારે ઝડપથી ઉઠી જાય છે. તેમના નિશ્વિત સમયે તેમની આંખ ખુલી જ જાય છે. ઘણી વાર તેમની ઉંઘ પણ પુરી થઇ શકતી નથી. તેમને એવું પણ લાગે છે કે ખાણીપીણી કે દિનચર્યાના કારણે આમ થઇ રહ્યુ છે.

 

આ આદતમાં જીનની મહત્ત્વની ભુમિકા છે. સ્લીપ એપનિયા કે અનિદ્રાનો શિકાર બનેલા 2400 દર્દીઓનો અભ્યાસ કરીને આ દાવો કરાયો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સ્લીપ સાઇકલ ત્રણ પ્રકારની હોય છે. પહેલી જેમા વ્યક્તિ ઝડપથી સુવે છે અને વહેલા ઉઠે પણ છે. બીજી એ કે જેમા વ્યક્તિ સવારે મોડા સુધી સુતા રહે છે. ત્રીજી એ કે જેમા વ્યક્તિ રાત્રે ભલે ગમે તેટલા મોડા સુવે પણ સવારે જલ્દી જાગી જાય છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધક પ્રોફેસર લુઇ. જે. ટાસેકે જણાવ્યુ કે દુનિયામાં લાંબી અને ટુંકી કે પછી બંને પ્રકારની ઉંઘ લેનારા લોકોની ભરમાર છે. ઉંઘ લેવાની આ રીત આનુવંશિક પણ હોઇ શકે છે. કેટલીક વાર તેની અસર એટલી વધુ હોય છે કે વ્યક્તિ ઇચ્છવા છતા તે બદલી શકતો નથી. જો કોઇને સવારે વહેલા ઉઠવાની આદત છે તો તે સવારે બે કલાકની ઉંઘ લઇને પણ સવારે જલ્દી ઉઠી જાય છે. જોકે સંશોધકોનું કહેવું છે કે ઉંઘ યોગ્ય રીતે પુરી ન થાય તો ભવિષ્યમાં અલ્ઝાઇમરની સાથે બીજી ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે.

સવારે જલ્દી ઉઠવાને સમસ્યા માનતા નથી લોકો
બાળપણથી જ આપણને સમય પર સુવા અને ઉઠવાની આદત શીખવવામાં આવે છે. મોડા સુઇ જઇએ તેમ છતા સવારે વહેલા ઉઠી જઇએ તો આપણને શાબાશી મળતી આવી છે. તેથી મોડા સુઇ ગયા હોય તો પણ વહેલા ઉઠી જઇએ તે વાતને કોઇ સમસ્યા તરીકે જોવાતી નથી. જો ઘણા વર્ષો સુધી આ ચક્ર ચાલુ રહે તો તમારી ઉંઘના કલાકો ઘટી જાય છે ક્યારેક તો વ્યક્તિ અડધી રાત્રે ઉઠી જાય પછી સુઇ શકતી નથી.

રાત્રે મોબાઇલથી દુર રહો
અનિદ્રાના શિકાર અને સવારે જલ્દી ઉઠી જનારા લોકોએ એવી રીતો અપનાવવી જોઇએ જેથી તેમને જલ્દી ઉંઘ આવે. મોબાઇલ ફોન અને ઇ-બુકથી નીકળતી રોશનીના લીધે પણ વ્યક્તિને ઓછી ઉંઘ આવે છે. આ કારણે સુતા પહેલા ફોનના ઉપયોગથી બચવુ જોઇએ.

વ્યાયામ અને સ્વસ્થ ભોજન સારી ઉંઘ માટે જરુરી
રોજ વ્યાયામ કરવો અને સુતા પહેલા ભારે ભોજન ખાવામાંથી બચવુ જોઇએ. તેનાથી સારી ઉંઘ આવી શકે છે. જો વહેલી સવારે કે અડધી રાત્રે આંખ ખુલે તો એવુ કોઇ કામ કરવું જોઇએ જેનાથી કંટાળો આવે. વ્યક્તિ કંટાળે ત્યારે જલ્દી સુઇ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ