બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:00 AM, 20 November 2023
ADVERTISEMENT
ઘણી વખત છાતીમાં દુખાવાની સમસ્યા નજરઅંદાજ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. માટે ચેસ્ટ પેનને લાઈટ ન લો. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર Frequent Chest Pain ઘણી ગંભીર સમસ્યાઓના કારણે થઈ શકે છે. આ એટલા માટે ગંભીર છે કારણ કે મોટાભાગના લોકો વારંવાર છાતીમાં દુખાવાને પેટનો ગેસ માનીને તેની અવગણના કરે છે. આવો જાણીએ ચેસ્ટ પેઈન કઈ કઈ ગંભીર સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
હાર્ટ એટેક
હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણોમાં છાતીમાં દુખાવો, ખભામાં દુખાવો વગેરે શામેલ છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ આર્ટરીમાં થતુ બ્લોકેજ છે. માટે હાર્ટ સુધી યોગ્ય માત્રામાં લોહી નથી પહોંચી શકતું. હાર્ટ ટિશૂમાં બ્લડ ફ્લો બ્લોક થવા પર છાતીમાં દુખાવાની ફરિયાદ થવા લાગે છે.
ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લેક્સ
ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લેક્સ આપણા શરીરના ડાઈજેસ્ટિવ સિસ્ટમ સાથે જોડાયેલી એક સમસ્યા છે. તેનાથી છાતીમાં દુખાવાની સમસ્યા વારંવાર થઈ શકે છે.
ADVERTISEMENT
પેરિકાર્ડિટિસ
પેરિકાર્ડિટિસથી પીડિત દર્દીને સમય સમય પર છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. તેમાં હાર્ટના આસ પાસના ટિશૂમાં સોજા થઈ જાય છે. આ સોજા ઘણી જગ્યાએ થઈ શકે છે જેમ કે કોઈ ઈન્ફેક્શન, ઓટોઈમ્યુની કંડીશન અથવા તો હાર્ટ એટેક.
ADVERTISEMENT
પેટમાં અલ્સર
પેટમાં અલ્સર તવાને એક સામાન્ય ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનસ સમસ્યાની રીતે માનવામાં આવે છે. આ પેટના અલગ અલગ ભાગોમાં પણ થઈ શકે છે. તેમાં છાતીમાં દુખાવાની ફરિયાદ બેક્ટેરિયાલ ઈન્ફેક્શન અથવા નોનસ્ટેરોઈડ એન્ટી. ઈન્ફ્લેમેટરી ડ્રગ્સના ઉપયોગના કારણે પણ થઈ શકે છે.
પેનિક એટેક
પેનિક એટેક આવવા પર પણ છાતીમાં દુખાવો થઈ શકે છે. પેનિક એટેકના કારણે દર્દીને સ્ટ્રેસ, ભય કે અજીબ-અજીબ પ્રકારની ફિલિંગ્સને સંભાળવી પડે છે. જેના કારણે તેમને છાતીમાં દુખાવાની સમસ્યા કે ગભરામણ અનુભવ થઈ શકે છે.
ADVERTISEMENT
ગોલબ્લેડરની સમસ્યા
ગોલબ્લેડરની સમસ્યાથી પીડિત લોકોને પણ વારંવાર છાતીમાં દુખાવો થવાની ફરિયાદ થઈ શકે છે. ગોલ્સ્ટોન થવાની શરૂઆતમાં પેટના ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે. પરંતુ ધીરે ધીરે તે ખભા અને બ્રેસ્ટબોન સુધી વધી શકે છે.
ADVERTISEMENT
ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યા
ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાઓ જેમ કે આંતરડામાં સોજા, ગેસ્ટ્રોએસોફેજિયલ રીફ્લેક્સના કારણે પણ છાતીમાં દુખાવો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.