બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Do not get up immediately in the morning mobile use

સ્વાસ્થ્ય / શું સવારે ઉઠતાની સાથે તમે કરો છો આ કામ તો ચેતજો, નહીંતર...

Published By: Dhruv

Last Updated: 07:04 PM, 19 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઇલ આપણા જીવનનો એવો મહત્વનો હિસ્સો બની ગયો છે કે થોડીવાર માટે પણ તેનાથી દુર રહી શકાતું નથી.ખાસ કરીને સોશિયલ મિડીયાના કારણે કરોડો લોકો મોબાઇલના રીતસર એડિકટ થઇ ગયા છે. રાતે પથારીમાં પડયા બાદ પણ લાંબો સમય લોકો મોબાઇલમાં વ્યસ્ત હોય છે અને સવારે ઉઠતાની સાથે જ લોકો સૌથી પહેલું કામ મોબાઇલ જોવાનું કરે છે.

  • 80 ટકાથી વધુ યુઝર્સ સવારે ઉઠતાંની સાથે કરે છે મોબાઇલ ચેક
  • સવારે ઉઠતાની સાથે મોબાઇલના ડિસ્પ્લેની લાઇટ રેટિના પર કરે છે ગંભીર અસર
Mobile dont use
સવાર-સવારમાં મોબાઇલનો ઉપયોગ

હવે મોબાઇલ (Mobile) પર કમ્પ્યુટરથી લેપટોપ સુધીની કામગીરી સરળતાથી થઈ શકે છે. તેના કારણે પણ મોબાઇલનો ઉપયોગ વધ્યો છે. નિષ્ણાંતો કહે છે કે સવારે ઉઠીને સીધો મોબાઇલ ઓન કરતાં લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. સવારે ઉઠ્યાં પછી એક કલાકની અંદર મોબાઇલ જોવાથી મગજ (Brain) અને આંખો (Eyes) ને નુકસાન થાય છે. મોબાઇલના ઉપયોગ અંગે કરાયેલાં એક સર્વે મુજબ 80 ટકાથી વધુ યુઝર્સ સવારે ઉઠતાંની સાથે પહેલું કામ મોબાઇલ ચાલુ કરવાનું કરે છે.

કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલની ડિસ્પ્લેમાંથી નીકળતી બ્લુ લાઇટ આંખના રેટિના માટે નુકસાનકારક છે. આપણે રાતે સુઇએ ત્યારે સમગ્ર શરીર ઉપરાંત આંખોને પણ સંપુર્ણ આરામ મળે છે. સવારે ઉઠ્યા પછી તરત જ મોબાઇલના ડિસ્પ્લેની લાઇટ સીધી રેટિના પર પડે છે, તેનાથી આંખના ચેતાતંત્રને નુકસાન થાય છે.સમય જતાં લોકોને આંખનો દુખાવો અને પાણી ભરાવા જેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.

Mobile dont use
સવાર-સવારમાં મોબાઇલનો ઉપયોગ

આ સિવાય સવારે ફોનનો ઉપયોગ મગજના કોષો અને ચેતા પર ખરાબ અસર કરે છે. જાગૃત થયા પછી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તણાવ પણ અનુભવાય છે. આ ટેવ જો છુટી શકે તેમ ન હોય તો સવારે ઉઠીને મોબાઇલ જોવો જ હોય તો બ્લુ લાઇટ ફિલ્ટર ઓન કરીને જોવો જોઇએ.

કેટલીક મહિલાઓની પણ એવી આદત હોય છે કે જેને તે સવારે ઉઠતાની સાથે જ મોબાઇલમાં વોટ્સએપ, ફેસબુક, યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ અનેક પ્રકારની નોટિફિકેશનો એકસાથે ચેક કરે છે. પરંતુ જો તમે પણ આવું કરતા હોવ તો સાવધાન થઇ જાઓ. કારણકે સવારનાં જ્યારે આપણે ઉઠીએ ત્યારે આપણી આંખો હંમેશા ખૂબ સેન્સિટીવ હોય છે. એવામાં જો મોબાઇલની ફુલ રોશની તમારી આંખ ઉપર પડશે તો તે તમારી આંખોને વધુ ખરાબ કરી શકે છે અને તમારી આંખોમાં કેટલીક સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Brain Eyes Health Mobile lifestyle આંખો મગજ સ્વાસ્થ્ય Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ