ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / do-it-yourself-touch-repair-of-smartphone-screen

NULL / મોબાઇલનું ટચ બગડ્યું છે? તો ઘરે બેઠાં-બેઠાં આ રીતે કરો રિપેર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો મોબાઇલનું ટચ સ્લો કામ કરતું હોય તો કોઇ મોબાઇલ રિપેરિંગ શોપમાં જવાની કોઇ જરૂર નથી. તમે ઘરે બેઠાં બેઠા સ્માર્ટફોનના ટચને રિપેર કરી શકો છો. તો આ એક એપને ઇન્સ્ટોલ કરો અને તેની મદદથી ટચ રિપેર થઇ જશે. આ એપ ટચમાં આવતા સોફ્ટવેર પ્રોબ્લેમને સોલ્વ કરી નાખે છે. જો હાર્ડવેર સંબંધિત કોઇ પ્રોબ્લેમ હશે તો તેને આ એપ સોલ્વ નહીં કરી શકે.

ટચનું સેન્સર જ્યારે ડિસેબલ થઇ જાય છે તો ટચ સરખી રીતે કામ નથી કરતું. આ એપ સેન્સરને રિપેર કરે છે અને સેન્સર ફાસ્ટ કામ કરવા લાગે છે. આ એપનું નામ છે Touchscreen Repair. તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપને યૂઝર્સે યૂઝફુલ ગણાવી છે.

step 1:
એપને ઇન્સ્ટોલ કર્યા પછી તે યૂઝ કરવા માટે કેટલીક ઇન્સ્ટ્રક્શન આપશે.
- જેમ કે એપથી ટચને રિપેર કરતી વખતે સિંગલ ક્લિકનો જ યૂઝ કરવાનો છે.
- સ્ક્રીન પર લોંગ પ્રેસ નથી કરવાનું. 
- આંગળીને ડ્રેગ નથી કરવાની અને પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યારે ફોનને રિસ્ટાર્ટ કરવાનો છે. તેને ઓકે કરી દો. 

Step 2:
એપ ઓપન થઇ જશે. અહીં તમારે Start પર ક્લિક કરવાની રહેશે. પછી તમને ફરીથી તે જ ઇન્સ્ટ્રક્શન મળશે. ઓકે પર ક્લિક કરીને આગળ વધો. 

Step 3:
હવે તમારે ફોનની સ્ક્રીન પર ક્લિક કરવાની રહેશે. વારાફરથી સ્ક્રીન પર ક્લિક કરતાં જાઓ. આ પ્રોસેસ તમારે ત્રણ વખત રીપિટ કરવાની રહેશે. છેવટે સ્ક્રીન પર તમારા ફોનનું નામ આવી જશે. 

Step 4:
પછી તમને પ્રોસેસ સક્સેસફુલ કમ્પ્લીટ થયાનો મેસેજ મળશે. હવે ફોનને રિસ્ટાર્ટ કરવાનો રહેશે. 

 Touchscreen Repair એપ વિશે:
-આ એપ યૂઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકશે.
- આ એપને અત્યાર સુધી 50 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે.
- આ એપ એન્ડ્રોઇડ વર્ઝન  4.0.3 Ice Cream Sandwich અને તેની ઉપરના તમામ વર્ઝનમાં ઇન્સ્ટોલ કરી શકાશે.
- આ એપને 36881 યૂઝર્સે 4.6 સ્ટાર રેટિંગ આપી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ