બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / સ્પોર્ટસ / Cricket / Dhoni considers Manoj Tiwari first wife as sister had partnered with his brother

કનેક્શન / મનોજ તિવારીની પહેલી પત્ની સાથે M S ધોનીને છે ગાઢ સંબંધ; ભાજપના નેતા સાથે છે આ કનેક્શન

Published By: Shalin

Last Updated: 01:38 PM, 3 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના સાંસદ મનોજ તિવારી આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં તેઓ પિતા બન્યા છે. તેમની પત્ની સુરભિ તિવારી એક પુત્રીને જન્મ આપ્યો છે. સુરભિ મનોજ તિવારીની બીજી પત્ની છે.

અગાઉ મનોજ તિવારીએ રાની તિવારી ઉર્ફે પ્રતિમા પાંડે સાથે લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પછી, બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

મનોજ તિવારીએ વર્ષ 1999માં પ્રતિમા પાંડે સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પ્રતિમાએ તેનું નામ બદલી રાની તિવારી રાખ્યું હતું. રાની તિવારી અને મનોજ તિવારી 2012માં અલગ થયા હતા. પરસ્પર સંમતિથી બંનેએ છૂટાછેડા લીધા હતા.

મનોજ અને રાની તિવારીની દીકરીનું નામ રીતિ

મનોજ તિવારી અને રાની તિવારીની એક દીકરી છે. તેમની પુત્રીનું નામ રીતિ છે. તેઓ તેને ઘરે જિયા કહે છે. રાની તિવારી અરુણ પાંડેની બહેન છે, અરુણ પાંડે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના બિઝનેસ પાર્ટનર છે.

ધોનીના કામકાજની દેખરેખ રાખતી રીતિ સ્પોર્ટ્સ નામની કંપનીનું નામ મનોજ તિવારી અને રાની તિવારીની પુત્રી રીતિ તિવારીના નામ પર રાખવામાં આવ્યું છે. ધોની રાની તિવારીને પોતાની બહેન માને છે. તે રાનીના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યો છે. આ વીડિયો ખુદ ધોનીએ જ લોંચ કર્યો હતો.

હાલમાં, રાની તિવારી રીતિ સ્પોર્ટ્સના બોર્ડ ઓફ ડાયરેકટર્સ છે. આ સિવાય તે ડાયેટ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Manoj Tiwari m s dhoni sports મનોજ તિવારી મહેન્દ્ર સિંહ ધોની સ્પોર્ટ્સ m s dhoni

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ