બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / DGP has taken a big decision regarding the security in Gondal

મોટા સમાચાર / ગોંડલમાં સુરક્ષાને લઈને DGPએ તાબડતોબ લીધો મોટો નિર્ણય, બે જાડેજાનો જંગ ચરમસીમાએ

Mahadev Dave

Last Updated: 04:08 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ઘડીઑ ગણાઈ રહી છે. ત્યારે  ગોંડલની રાજકીય સ્થિતિને ધ્યાને લઇને IG કક્ષાના અધિકારીને સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે.

  • આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન
  • મતદાન વ્યવસ્થા અંગે બોલ્યા આશિષ ભાટીયા
  • ગોંડલ ખાતે IG કક્ષાના અધિકારીને સુરક્ષાની જવાબદારી સોંપાઈ: આશિષ ભાટીયા

આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના 19 જિલ્લાની બેઠક પર મતદાન યોજાશે.ત્યારે મતદાન મથક પર સુરક્ષાઅને મતદાન વ્યવસ્થા  DGP આશિષ ભાટીયાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે દરેક જિલ્લાના મતદાન બૂથે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જયારે સૌરાષ્ટ્રની સૌથી સંવેદનશીલ બેઠકની ગણનામાં આવતા ગોંડલની રાજકીય સ્થિતિને ધ્યાને લઇને સિનિયર અધિકારી ગાંધીનગરથી ડેપ્યુટ કરવામાં આવ્યા હોવાનું આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.

 સિનિયર અધિકારી ગાંધીનગરથી ડેપ્યુટ કરાયા
મતદાન વ્યવસ્થા અંગે આશિષ ભાટીયાએ કહ્યું હતુ કે, કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઇને સંવેદનશીલ બૂથ પર પોલીસ અધિકારી સતત ખડેપગે રહેશે. મતદાનને લઇ સિનિયર અધિકારીઓ સાથે વિશેષ ટીમ બનાવાઈ છે. જેના પર સિનિયર અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.  તો ગોંડલમાં ટિકિટની ફાળવણીને  લઇને જૂથવાદમાં સામે સામે રોષનો જ્વાળા ભભૂકતો હોવાથી રાજકીય સ્થિતિને લઈ સિનિયર અધિકારીઑને ગાંધીનગરથી ડેપ્યુટ કરાયા છે. જેમાં ગોંડલ ખાતે IG કક્ષાના અધિકારીને સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. મહત્વનું છે કે,આ બેઠક પર અનિરુદ્ધસિંહ  જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે ટિકિટમાં દાવેદારી બાદ જંગ છેડાયો હતો જે અટકવાને બદલે હવે ચરમસીમાએ પહોચ્યો છે.

ચૂંટણી પંચ એલર્ટ
બીજી બાજુ મતદાનને લઇને ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ ઉભા કરી દેવાયા છે. આ ઉપરાંત SRP અને CRPFની અનેક કંપનીઓને તૈનાત કરાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ગોંડલના ભુણાવા ગામમાં યોજાયેલી સભામાં જયરાજસિંહે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જયરાજસિંહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગોંડલ બેઠક પર જયરાજસિંહના પરિવારને જ ટિકિટ મળશે. આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી જાહેરમાં વિરોધીઓના સરનામા વીંખી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતા ચૂંટણી પંચ એલર્ટ મોડ પર આવી ગયું છે.

ગોંડલમાં વધુ બંદોબસ્ત આપવા પોલીસને ચૂંટણીપંચનો નિર્દેશ
ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે  ગોંડલ વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત  બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપી હતી. 

ગોંડલ બેઠક વધુ પોલીસ ફોર્સ રખાશેઃ રેન્જ IG
આ રેન્જ IGએ જણાવ્યું કે, ગોંડલ બેઠક સૌરાષ્ટ્રની સૌથી વધુ સંવેદનશીલ બેઠક છે. ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલ બેઠક વધુ પોલીસ ફોર્સ રખાશે. રાજકોટ રૂરલ SPને આ માટે સૂચના અપાઈ છે.

અનિરુદ્ધસિંહ  જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો ધડાકો 
ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ  જાડેજાએ ગઇકાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટો ધડાકો કર્યો હતો. અનિરુદ્ધસિંહ  જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 'હું અમિત શાહ અને નરેન્દ્ર મોદીની માફી માંગુ છું. હું કોંગ્રેસમાં નથી પરંતુ કોંગ્રેસનું સમર્થન કરીશ. હું ગોંડલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈને સમર્થન કરીશ. હું ભાજપમાં જ છું પણ ગોંડલ બેઠક પર જ કોંગ્રેસને સમર્થન આપીશ.' 

સંકળાયેલા મુદ્દાઓ

DGP Gujarat elections 2022 ગુજરાત ચુંટણી ગોંડલ બે જાડેજાનો જંગ ચરમસીમાએ મતદાન સુરક્ષા Gujarat Elections 2022
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ