બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi service bill rajya sabha amit shah on opposition

રાજ્યસભામાં જવાબ / ખૂબ ચર્ચાસ્પદ બનેલું દિલ્હી સર્વિસ બીલ કેમ લવાયું? પડી ગઈ દેશને ખબર, અમિત શાહે કર્યું જાહેર

Hiralal

Last Updated: 09:28 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સર્વિસ બીલના મામલે વિસ્તૃત માહિતી આપી હતી.

  • દિલ્હી સર્વિસ બીલ પર રાજ્યસભામાં અમિત શાહનો જવાબ
  • બીલ કેમ લવાયું તેને લઈને આપી વિસ્તૃત માહિતી
  • ભ્રષ્ટાચાર મુક્ત અને પ્રજાલક્ષી શાસન લાવવાનો હેતુ 

ખૂબ ચર્ચાનો વિષય બનેલું દિલ્હી સર્વિસ બીલ લોકસભામાં પાસ થઈ ગયું છે, આજે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સવારના ભાગમાં આ બીલના વિરોધમાં વિપક્ષોએ તેની દલીલો કરી જે પછી સાંજના સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ચર્ચાના સમયે સૌએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ બિલનો હેતુ દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત અને પ્રજાલક્ષી શાસન લાવીને ભ્રષ્ટાચારમુક્ત સરળ વહીવટ પ્રસ્થાપિત કરવાનો છે. બિલની એક જ જોગવાઈ સાથે અગાઉ જે વ્યવસ્થા હતી તેમાં એક ઈંચનો પણ ફર્ક પડતો નથી. 

બિલ બંધારણીય વ્યવસ્થાનું ઉલ્લંઘન નથી કરતું
શાહે કહ્યું કે આ બિલ કોઈ પણ રીતે બંધારણીય વ્યવસ્થાનું ઉલ્લંઘન નથી કરતું. અમે આ બિલ કેન્દ્રમાં સત્તા લાવવા માટે નહીં, પરંતુ કેન્દ્રને આપવામાં આવેલી સત્તા પર અતિક્રમણ કરતી દિલ્હી યુટીની સરકારને કાયદેસર રીતે રોકવા માટે લાવ્યા છીએ.

AAP પર કટાક્ષ, પીએમ બનવું હશે તો સંસદની ચૂંટણી લડવી પડે, પંચાયતની ચૂંટણીથી કંઈ ન થાય 
અમિત શાહે કહ્યું કે દિલ્હી ઘણી રીતે અન્ય રાજ્યોથી અલગ છે. અહીં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આવે છે. તમામ મહત્વપૂર્ણ વ્યક્તિઓ અહીં રહે છે. દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેની પાસે મર્યાદિત સત્તા છે. અમિત શાહે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે પંચાયતની ચૂંટણી લડ્યા બાદ તેઓ સંસદના અધિકારની માંગ ન કરી શકે. ચૂંટણી લડતા સમયે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે જો તમે દેશના વડાપ્રધાન બનવા માંગો છો તો તમારે સંસદની ચૂંટણી લડવી પડશે, દિલ્હીના ધારાસભ્યની ચૂંટણી લડવાથી કંઈ નહીં થાય.

અમારે સત્તા લેવાની જરુર નથી, 130 કરોડ લોકોએ સત્તા આપેલી જ છે 
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ઘણી વખત કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, દિલ્હીમાં ભાજપની સરકાર હતી, ક્યારેક કેન્દ્રમાં ભાજપની સરકાર હતી, ક્યારેક દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને ક્યારેય ઝઘડો થયો ન હતો. ત્યારે આ તંત્ર દ્વારા નિર્ણયો લેવામાં આવતા હતા અને કોઇ મુખ્યમંત્રીને કોઇ મુશ્કેલી ન હતી... ઘણા સભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ સત્તા તેના હાથમાં લેવી પડશે. અમારે સત્તા લેવાની જરૂર નથી કારણ કે 130 કરોડ લોકોએ અમને સત્તા આપી છે.

દિલ્હી સર્વિસ બીલ કેમ બન્યું ચર્ચાનો વિષય 
દિલ્હી સર્વિસ બીલ મુખ્યત્વે રાજધાનીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને બદલી સંબંધિત જોગવાઈઓનું બીલ છે. કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલ વતી અધિકારીઓની ટ્રાન્સફર અને બદલીની સત્તા પોતાની પાસે રાખવા માગે છે જ્યારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને આ સત્તા આપી ત્યારે તેના વિરોધમાં કેન્દ્ર સરકાર વટહુકમ લઈ આવી હતી, હકીકતમાં કેન્દ્ર બદલી અને પોસ્ટિંગની સત્તા પોતાની પાસે રાખવા માગે છે, તેથી સરકારે આ બીલને લોકસભા પાસ કરાવી દીધું છે અને હવે રાજ્યસભામાં પણ રજૂ કરાયું છે. દિલ્હીની શાસક આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ આ બીલના વિરોધમાં છે. 

લોકસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બીલ
ઉલ્લેખનીય છે કે દિલ્હી સર્વિસ બીલ લોકસભામાં પાસ થયું છે. આજે અમિત શાહે તેને રાજ્યસભામાં રજૂ કર્યું હતું જે વખતે કોંગ્રેસ તરફથી વકીલ અભિષેક મનુ સિઁઘવીએ મોરચો સંભાળ્યો હતો અને તેમણે બીલના વિરોધમાં દલીલો આપી હતી. આ બીલ રાજ્યસભામાં પણ પાસ થાય તેવી શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ