બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delhi AIIMS: Once again hackers target Delhi AIIMS! The information about the cyber attack was given by the hospital itself

cyber attack / દિલ્હી AIIMS પર ફરી થયો સાયબર એટેક, આ વખતે પણ ન ફાવ્યાં હેકર્સ, આંખના પલકારામાં પાડી દેવાયા

Pravin Joshi

Last Updated: 08:45 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી AIIMS એટેકઃ વર્ષ 2022ની શરૂઆતમાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સાયબર એટેક થયો હતો. હોસ્પિટલના 100 સર્વરમાંથી 40 ભૌતિક રીતે હેક કરવામાં આવ્યા હતા અને 60 વર્ચ્યુઅલ રીતે હેક કરવામાં આવ્યા હતા.

  • દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફરી એકવાર સાયબર એટેક
  • AIIMS તરફથી જ ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી 
  • હુમલાના આ પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ કરી દેવામાં આવ્યો 

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફરી એકવાર સાયબર એટેકનો મામલો સામે આવ્યો છે. અખિલ ભારતીય સંસ્થા (AIIMS) તરફથી જ ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે મંગળવારે બપોરે 3 વાગ્યે નવી દિલ્હીની AIIMS ખાતે સાયબર સિક્યુરિટી સિસ્ટમ દ્વારા માલવેર એટેકની જાણ કરવામાં આવી હતી. જો કે સાયબર હુમલાના આ પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે.

ગયા વર્ષે રેન્સમવેર એટેક નામની હોસ્પિટલ પર સાયબર એટેક થયો હતો

આ પહેલીવાર નથી જ્યારે હેકર્સે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર સાઈબર એટેક કર્યો હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ગયા વર્ષે રેન્સમવેર એટેક નામની હોસ્પિટલ પર સાયબર એટેક થયો હતો. જેના કારણે દર્દીઓને ઘણા દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સર્વર ખોરવાયા ગયા હતા ત્યારે આજે ફરી એકવખત હુમલો કરવામાં આવ્યો છે.  ગયા વર્ષે થયેલા સાયબર હુમલાને કારણે હોસ્પિટલની રોજીંદી કામગીરી જેવી કે એપોઇન્ટમેન્ટ, દર્દીઓની નોંધણી, ડિસ્ચાર્જ સ્લિપ અંગેની માહિતી વગેરેને ભારે અસર થઇ છે. જો કે, તે થોડા સમય પછી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ